૧૯.૬૭ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને ૯ માસની સજા તેમજ ૫૦ હજારના દંડ સાથે ચેકની રકમ ચુકવવા કોર્ટ નો હુકમ.
તારીખ ૨૮/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
હાલોલની શ્રી રામ ફાઈનાન્સ કંપની પાસેથી હાલોલના મા શક્તિ પાર્ક કંજરી રોડ ખાતે રહેતા આનંદરામ દેવારામ ચૌધરી દ્વારા રૂ ૩૩ લાખ નુ ધિરાણ મેળવી ટાટા એલ. પી ખરીદી હતી જે માટે તેઓએ ફાઇનાન્સ કંપનીની તરફેણમાં હાઈપોથીકેશન ના દસ્તાવેજો કરી આપ્યા હતા. ફરિયાદી એ વસૂલાતની પ્રક્રિયા કરતા આનંદરામ દેવારામ ચૌધરી દ્વારા રૂ ૧૯,૬૭,૦૦૦/ નો બેંક ઓફ બરોડા કંજરી રોડ હાલોલ શાખાનો તા ૦૬/૧૦/૨૩ ના રોજ નો ચેક આપ્યો હતો જે ચેક ફરિયાદીએ વસુલાત માટે મોકલતા અપુરતા ભંડોળ ને કારણે રીટર્ન થયેલ જે બાદ ફરિયાદી ફાઇનાન્સ કંપની પોતાના વકીલ મારફતે નોટિસ પણ આપી હતી જેનો આરોપી તરફે જવાબ આપ્યો હતો અને પોતાની લોન તા ૨૦/૦૨/૨૦૨૪ સુધી ઓન લાઈવ છે તેમજ પેનલ્ટી અને ચાર્જિસ સિવાયની રકમ ભરવા તૈયાર હોવાની વિગત રજુ કરેલ પણ ચેકની રકમ ચુકવી નહોતી જેથી ફરિયાદી ફાઇનાન્સ કંપની દ્વારા અધિકૃત અધિકારી અંકુરભાઈ ઉમેશચંદ્ર ચૌહાણ દ્વારા પોતાના એડવોકેટ જે બી જોશી મારફતે હાલોલના સીવીલ તથા એડી. જયુ મેજિસ્ટ્રેટ ની કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો જેમા ફરિયાદી એડવોકેટ જે બી જોશી ની દલીલો અને રજુ કરેલ જુદી જુદી એપેક્ષ કોર્ટમાં ચુકાદાઓ તેમજ આરોપી તરફે નોટિસના જવાબમાં કબુલ કરેલ લોન મેળવ્યા ની હકીકતો ને ધ્યાને લઈને હાલોલના એડી જ્યુ મેજિસ્ટ્રેટ એચ એચ બિશ્નોઇ દ્વારા આરોપી આનંદરામ દેવારામ ચૌધરી ને નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ૧૩૮ ના ગુનામાં કસુરવાર ઠેરવી રૂ ૫૦,૦૦૦/ નો દંડ તથા ૯ માસની સાદી કેદની સજા તેમજ ચેકની રકમ રૂ ૧૯.૬૭ લાખ વળતર તરીકે ચૂકવી આપવાનો આદેશ આપ્યો છે જેથી ફાઈનાન્સ કંપનીમાંથી આડેધડ લોન લઈ ચેક લખી આપનાર તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.