GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

શાંતિપૂર્ણ માહોલમાં કાલોલ પાલિકાની ચૂંટણીમાં 21 બેઠકોના 57 ઉમેદવારોનું ભાવિ ઇવીએમ મશીનમાં સીલ

 

તારીખ ૧૬/૦૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગર પાલિકાના આગામી વહીવટી બોર્ડ માટે જાહેર થયેલ ચૂંટણી અનુસંધાને આજરોજ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું. જે મઘ્યેની પ્રારંભિક માહિતી મુજબ ૬૯.૨૨% સરેરાશ મતદાન સાથે ૭ વોર્ડની ૨૮ બેઠકો પૈકી ૨૧ બેઠક માટે ૫૭ હરીફ ઉમેદવારોના ભાવી ઇવીએમમાં સિલ થયા છે.૧૨૫૨૨પુરુષ અને ૧૨૧૬૬ સ્ત્રી મળી કુલ ૨૪૬૮૮ નોંધાયેલ મતદારો પૈકી ૧૭૦૮૬ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં ૮૮૫૩ પુરુષ અને ૮૨૩૩ સ્ત્રીઓનો સમાવેશ થાય છે. સૌથી વધુ મતદાન વોર્ડ નં. ૬ માં ૭૯.૬૬ ટકા અને સૌથી ઓછું મતદાન વોર્ડ નં. ૧ માં ૬૦.૦૨ ટકા નોંધાયું હતું. જાણકારોના મતે લગ્નસરાની મૌસમ સાથે સાથે મતદાર યાદી સુધારણામાં વિલંબ જેવા મહત્વના પરિબળોને લઇ મતદાનની ટકાવારી નીચી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે કાલોલ નગર પાલિકાના કુલ ૭ વોર્ડની ૨૮ બેઠકો પૈકી ૭ બેઠક પરના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થતા બાકીની ૨૧ બેઠકો પરના ૫૭ હરીફ ઉમેદવારો માટે આજરોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!