અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : જિલ્લામાં જ્ઞાનસહાયકો નો પગાર સમયસર નથી મળતો..!! મહિનાની 20 તારીખ ની આજુબાજુ થાય છે પગાર – માત્ર અરવલ્લી જિલ્લામાં જ પગાર લેટ થતો હોવાના આક્ષેપો
નવી શિક્ષણ નીતિ ને અનુસરી શિક્ષણ હેઠળ જ્ઞાનસહાયકો ની ભરતી કરી દેવામાં આવી છે જેના કારણે કોઈ બાળકો શિક્ષણ અને કોઈ સંસ્થા કે શાળાઓ શિક્ષક થી વંચિત ન રહે તે માટે ભરતી કરવામાં આવી છે પરંતુ હાલ મળતી માહિતી તેમજ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ જ્ઞાનસહાયકનો પગાર મહિનામાં સમયસર ન થતો હોવાની બૂમો ઉઠી છે
જેમાં જ્ઞાન સહાયકો એ સોશિયલ મીડિયા મારફતે રોષ ઠાલાવ્યો હતો અને રોષ ઠાલવતા જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લામાં જ માત્ર મહિનો પૂર્ણ થયાના વિસ દિવસની આજુબાજુ ના દિવસોમાં પગાર થાય છે જેને લઇ જિલ્લામાં અન્ય જિલ્લાના જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવતા લોકો ને હાલાકી પડી રહી છે જેમાં ભાડે રહેતા લોકો ભાડુ પણ સમયસર ચૂકવી શકતા નથી ત્યારે જ્ઞાન સહાયકો એ સોશિયલ મીડિયા મારફતે રોષ ઠાલવી આગામી સમયમાં અરવલ્લી જિલ્લા તમામ જ્ઞાન સહાયકો દ્વારા શિક્ષણાધિકારી કચેરી ને એક મેઈલ દ્વારા જગાડવાનો પ્રયત્ન કરી અને મેઈલ જુમ્બેશ ચલાવવા નું સોશિયલ મીડિયા મારફતે જાણવા મળ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે અમને છેલ્લા કેટલાંક મહિનાથી નિયમિત રીતે પગાર સમયસર મળતો નથી. પગાર મોડો મળવાના કારણે અમને આર્થિક તકલીફોનો સામનો કરવો પડે છે. ઘરખર્ચ, ઘર ભાડું તથા પરિવારના ખર્ચા માટે સમયસર પગાર મળવો જરૂરી છે.મહેરબાની કરી આપના સ્તરે જરૂરી કાર્યવાહી કરી અમને સમયસર પગાર મળે તેવા હકારાત્મક પગલાં ભરવા વિનંતી છે.આશા છે કે આપ અમારી આ વિનંતી પર યોગ્ય વિચાર કરી તાત્કાલિક પગલાં લેશો તે રીતનો મેઈલ કરવામાં આવ્યો હતો
અરવલ્લી જિલ્લામાં માધ્યમિક માં 42 જેટલા અને ઉચ્ચતર માં અંદાજિત 50 થી 60 જેટલા લોકો જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવતા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. પરંતુ અરવલ્લી જિલ્લામાં સમયસર પગાર ન થતા આ મહિનાની 23 તારીખ થઇ છતાં હજુ ગયા મહિનાનો પગાર થયો નથી. માત્ર અરવલ્લી જિલ્લામાં જ પગાર લેટ થતો હોય તેવું જ્ઞાન સહાયકો એ જણાવી પોતાની આપવીતી રજુ કરી હતી આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ના જવાબદાર લોકો આ બાબતે ધ્યાને લે અને ઝડપથી પગાર કરે તે જેથી જ્ઞાન સહાયકો મુશ્કેલી વેઠવી ના પડે