ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : મોડાસા શહેરમાં રખડતી ગાયોના ત્રાસથી શહેરીજાનો તોબા પોકારી ઉઠ્યા,મોડાસા નગરપાલિકા તંત્ર રખડતા પશુઓને પાંજરે પુરવા પશુ માલિકો સામે લાચાર…!!

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મોડાસા શહેરમાં રખડતી ગાયોના ત્રાસથી શહેરીજાનો તોબા પોકારી ઉઠ્યા,મોડાસા નગરપાલિકા તંત્ર રખડતા પશુઓને પાંજરે પુરવા પશુ માલિકો સામે લાચાર…!!

રાત્રિના સુમારે સહયોગ બાયપાસ ચોકડી પર ગાયોનો રોડ પર અડિંગો,શહેરના મુખ્યમાર્ગો પર રખડતા ઢોર ઠેર ઠેર જોવા મળી રહ્યા છે

મોડાસાશહેરમાં રખડતી ગાયોના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રખડતી ગાય અને આખલાના આતંકનો અનેક લોકો ભોગ બની ચુક્યા છે જ્યારે બીજી બાજુ પાલિકા તંત્ર દ્વારા રખડતી ગાયો પકડવાની ચાલતી પ્રક્રિયામાં ક્યારેક પશુ માલિકો અડચણ ઉભી કરતા હોવાની ઘટનાઓ પણ બની છે શહેરના માર્ગો પર અને સોસાયટી વિસ્તારમાં રખડતા ઢોરને પગલે રીતસરનો ભય જોવા મળી રહ્યો છે નગરપાલિકા તંત્ર રખડતા ઢોરને પાંજરે પુરી પશુપાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેની શહેરીજનોમાં લોકમાંગ પ્રબળ બની છે રાત્રિના સુમારે રોડ પર ગાયોના ધણેધણ બેસી રહેતા હોવાથી અકસ્માતની ઘટનાઓ સામાન્ય બની છે

મોડાસા શહેરના માલપુર,મેઘરજ,કોલેજ રોડ અને ડીપ વિસ્તારમાં રખડતી ગાયોના ટોળેટોળા રોડ પર જોવા મળી રહ્યા છે શહેરના માર્ગો જાણે ગોકુળિયા માર્ગો પર પરિવર્તિત થયા હોય તેવા દ્રશ્યો સામાન્ય બન્યા છે હાલ સ્થિતિ એવી છે કે જાહેર માર્ગો પર ગાયો રસ્તા વચ્ચે બેસેલી કે દોડતી જોવા મળે છે. રસ્તા પરથી પસાર થતા હોઈએ ત્યારે અચાનક ગાય આવી જાય ત્યારે વાહનચાલક મુશેકેલીમા મુકાય છે. ગાયો ક્યારેક કારણે ક્યારે ઇજા પણ પહોંચે છે. રખડતા ઢોર ટ્રાફીક જામ કરે છે શહેરના માર્ગો પર રખડતાં પશુઓ છોડી મૂકનાર પશુપાલકો સામે પણ ઉગ્ર રોષ પ્રવર્તી રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે શહેરભરનો કોઈ પણ વિસ્તાર રખડતી ગાયના કારણે સલામત રહયો નથી.

Back to top button
error: Content is protected !!