GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકા ના બાકરોલ ગામે ધોધમાર વરસાદ વરસતા ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ

 

તારીખ ૨૫/૦૮/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના બાકરોલ ગામે છેલ્લા ચોવીસ કલાકમાં ધોધમાર વરસાદના કારણે સમગ્ર બાકરોલ ગામમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને સતત વરસાદને કારણે બાકરોલ ગામના નિચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યો હતો જેના કારણે નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાના કારણે વાહન વ્યવહાર પણ ઠપ્પ થઈ ગયો છે અને બાકરોલ પ્રાથમિક શાળાના નિચાણવાળા સમગ્ર વિસ્તારથી લઇ ગામના પ્રવેશ દ્વાર સુધી પાણી ભરાવવાને કારણે બાકરોલ-બોરુ બ્રીજ પર થઈને લોકોને મોટા ભાગના સ્થળોએ જવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે જરૂરી સેવા પરિવહન,હોસ્પિટલ સહિતની સેવાઓ અને નોકરિયાત વર્ગને પણ ભારે અસર થઈ છે.ત્યારે તંત્ર દ્વારા નાગરિકોને જાગૃત રહેવા અને વરસાદના પાણીથી બચવા સૂચના આપવામાં આવી છે.આગામી કલાકોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જેને ધ્યાનમાં રાખીને કાલોલ તાલુકા વહિવટી તંત્ર દ્વારા તાત્કાલિક સહાય અને વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!