કાલોલ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ની ઉપસ્થિતિમાં એએસઆઈ નો વિદાય સમારોહ યોજાયો.

તારીખ ૦૧/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ મથકે એએસઆઈ સુરેન્દ્રસિહ ગોહિલ પોલીસ ખાતામાં ૩૫ વર્ષની લાંબી સેવાઓ બજાવી ગતરોજ વય નિવૃત્ત થતા હોય કાલોલ પોલીસ મથક ના પ્રાંગણમાં વિદાય સમારોહ યોજાયો હતો જેમા ડીવાયએસપી હાલોલ વી જે રાઠોડ, કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી બી બરંડા, પીએસઆઈ એલ એ પરમાર અને પોલીસ સ્ટાફ સાથે વિદાય લઈ રહેલા સુરેન્દ્રસિંહ નો પરિવાર સગા સંબધીઓ હાજર રહ્યા હતા ડીવાયએસપી વી.જે રાઠોડે સુરેન્દ્રસિંહ ની સેવાઓ બિરદાવી અને નિવૃત્ત થઈ રહેલા સુરેન્દ્રસિંહ નુ શેષ જીવન સુખમય અને તંદુરસ્તી ભર્યું બને તેવી શુભેચ્છા પાઠવી શાલ ઓઢાડીને બુકે આપી સનમાન કરાયુ હતુ. નિવૃત્ત થઈ રહેલા સુરેન્દ્રસિંહે પોલીસ સ્ટાફ સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા અને ભાવભીની વિદાય આપી હતી ઉલ્લેખનિય છે કે તેઓ નોકરીની શરૂઆત કાલોલ પોલીસ મથકે થી થઈ હતી અને નિવૃત્ત પણ કાલોલ પોલીસ મથકે થી થયા હતા.





