સુરેન્દ્રનગર મનપાના વોર્ડ નંબર 1ના વિસ્તારમાં આવેલ ચાર માળીયામાં પાણી પ્રશ્ને મહીલાઓએ હલ્લાબોલ કર્યો હતો.
પીવાના પાણીના વાસણો વગાડી વિરોધ સ્થાનિકો દ્વારા કરાયો

તા.24/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
પીવાના પાણીના વાસણો વગાડી વિરોધ સ્થાનિકો દ્વારા કરાયો, સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ગંભીર બનતી જઈ રહી છે તેમાં પણ મહાનગર પાલિકા બની ત્યારબાદ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રોજ પીવાનું પાણી મળવું જોઈએ ત્રણ લાખ જનતાને ત્રણ દિવસે પણ પીવાનું પાણી પૂરું પાડવામાં મહાનગરપાલિકા નિષ્ફળ નીકળી રહી છે જેને લઇને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર એક વિસ્તારમાં આવેલા ચાર માળિયા મકાનમાં રહેતા પરિવારજનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે ચાર માળીયા મકાનમાં રહેતા પરિવારજનો દ્વારા પીવાના પાણીના વાસણો અને થાળી વેલણ વગાડી અને વિરોધ નોંધાવવામાં આવ્યું છે હાલના તબક્કામાં પીવાનું પાણી આ વિસ્તારના લોકોને નથી મળી રહેવું તે પાણીની પાઇપલાઇન છે તેમાં પણ પીવાનું પાણી ન મળતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે જેને લઈને આ વિસ્તારની મહિલાઓ કંટાળી ગઈ હોવાથી અંતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે સુરેન્દ્રનગર ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે અને ચાર માળિયા વિસ્તારમાં આજે સંપ બનાવવામાં આવ્યું છે તે પૂરતો પાણીથી ભરી અને પૂરતા પ્રમાણમાં પાણી આપવાની માંગ કરવામાં આવી છે ચાર દિવસ સુધી પીવાનું પાણી આપવામાં આવતું નથી ત્યારે આગામી દિવસોમાં ઉનાળાનો આંકરો તડકો શરૂ થવાનો છે ત્યારે પીવાનું પાણી સમયસર આપવા અને ત્રણ દિવસે સંપ ભરી આપવાની માંગ કરવામાં આવી છે જોકે થાળી વેલણ વગાડી અને મહિલાઓએ મહાનગર પાલિકા બાનમાં લીધી હતી જોકે પાણી આપવાની ખાતરી આપવામાં આવ્યા બાદ મામલો શાંત પડ્યો હતો.




