છોટાઉદેપુર જિલ્લાના ઝાબ (સાલોજ) ગામે પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને શિષ્યવૃતિ ના મળતા વાલીઓએ કર્યો હોબાળો.

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ઝાબ ગામે સરકારી સ્કૂલમાં ભણતા કેટલાક બાળકોને શિષ્યવૃત્તિ ના મળતા ગામના સરપંચ તેમજ બાળકોના વાલીઓ સહિત હોબાળો મચાવ્યો હતો.
જ્યારે આદિવાસી બાળકોનું શિક્ષણ ઊંચું આવે તે માટે થઈને સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવતા હોય છે પરંતુ કેટલાક એવા પણ બાળકો હોય છે તેઓને તંત્રના વાંકે લાભથી વંચિત રહી જાય છે.
જ્યારે કેટલીક વાર વાલીઓની અજ્ઞાનતા ના કારણ બનતો હોય છે પાવી જેતપુર તાલુકાના ઝાબ ગામે અંતરિયાળ વિસ્તારમાં આવેલા છે આ ગામ માં આજથી સાત વર્ષ પહેલા આ ગામની શાળા તો જર્જરી હાલતમાં હતી જ વર્ગખંડના પીલરો ઉભા હતા અને દિવાલોમાં મોટી મોટી તિરાડો પડેલી હતી.
તેવી સ્કૂલમાં બાળકોના જીવના જોખમ એ શિક્ષણ મેળવી રહ્યા હતા જ્યારે તંત્રએ તેની નોંધ લીધી હતી અને આ ઝાબગામમાં નવીનશાળા બનાવી હતી જ્યારે આ સ્કૂલમાં શિષ્યવૃત્તિ બાબતે સવાલો ઊભા થાય છે.
ગામ લોકો દ્વારા મીડિયા ટીમને બોલાવી હતી અને આટલા બધા બાળકો છે તેઓની પાસે યુનિફોમ લેવાના પૈસા પણ નથી જો સરકાર દ્વારા શિષ્યવૃતિ મળે તો બાળકોને સોવલત મળી રહે તેવું વાલીઓ જણાવ્યું હતું.
જ્યારે વાલી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે બાળકોનું સારું શિક્ષણ પણ મળતું નથી શિક્ષણ નબળું હોવાથી અહીંથી બાળકોના દાખલા પણ કાઢી લેવામાં આવ્યા છે.
જ્યારે આચાર્ય ભારતીબેન એ જણાવ્યું હતું કે વાલીઓની સૂચના ફરિયાદ જે હતી તે મેં સાંભળી છે અત્યારે 161 બાળકોની ઓનલાઈન એન્ટ્રી કરી છે અને અમુક બાળકોના આધાર લિંક નહીં હોવાથી તેમજ મોબાઈલ નંબર લીંક ના કરાવ્યા હોય તેઓને શિષ્યવૃત્તિ નથી મળતી તે માટે અમો વાલીઓને મીટીંગમાં પણ બોલાવીએ છીએ અમુક બાળકોના વાલી આવતા નથી અમુકના આવે છે.
અને જે બાળકના વાલી આવે છે તેને વાલીને સંપૂર્ણ જાનકારી આપીએ છીએ આધારકાર્ડ લિંક હશે તો જ બાળકોના ખાતામાં શિષ્યવૃતિ પડશે અને જે બાળકો રહી ગયા હશે તેમને બેંકના ખાતા કિલયર કરી ખાતામાં શિષ્યવૃતિ અપાવવામાં પ્રયત્ન કરીશું તેવું ઝાબ સ્કૂલ નાઆચાર્ય ભારતીબેન પટેલે જણાવ્યું હતું.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર



