CHHOTA UDAIPURGUJARATNASAVADI

છોટાઉદેપુર ખાતે પ્રગતિશીલ મહિલા ખેડૂતો-સખી મંડળની બહેનો માટે પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ યોજાઇ

 

મૂકેશ પરમાર નસવાડી

છોટાઉદેપુર, ગુરુવાર રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે સરકાર દ્વારા અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત ખેડૂતોને વિવિધ તાલીમ તેમજ સરકારી યોજનાઓના લાભ આપવામાં આવી રહ્યા છે. જે અન્વયે છોટાઉદેપુર ખાતે પ્રગતિશીલ મહિલા ખેડૂતો-સખી મંડળની બહેનો માટે પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ યોજાઇ હતી.ખેડૂત તાલીમ કેન્દ્ર, છોટાઉદેપુર ખાતે આત્મા પ્રોજેક્ટ છોટાઉદેપુર અને પ્રાકૃતિક કૃષિ બોર્ડ દ્વારા “જિલ્લા અંદરની તાલીમ” યોજાઈ હતી. આ તાલીમમાં છોટાઉદેપુર જિલ્લાની પ્રગતિશીલ મહિલા ખેડૂતો અને સખી મંડળની બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ તાલીમમાં મહિલાઓને ખેડૂત પ્રાકૃતિક ખેતી વિષયક અદ્યતન માહિતી આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતીની અગત્યતા અને વર્તમાન સમયમાં કેમ જરૂરી છે તેમના વિશે સવિસ્તાર સમજૂતી પણ આપવામાં આવી હતી. પાકમાં આવતા વિવિધ રોગ સામે કઈ રીતે રક્ષણ મેળવવું આ અંગે પણ માહિતી આપવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!