GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

લોકસભાની ચૂંટણી અનુલક્ષી ને કાલોલ નગરમાં સીમા સુરક્ષા દળના જવાનો સાથે પોલીસની ફુટ માર્ચ યોજાઈ

તારીખ ૩૦/૦૩/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને તમામ રાજકીય પાર્ટીઓ,ચૂંટણી તંત્ર વહીવટી તંત્ર,સહિત પોલીસ તંત્ર દ્વારા વિવિધ પ્રકારની તમામ તૈયારીઓ આરંભવામાં આવી દેવામાં આવી છે જેમાં આગોતરી તૈયારીઓના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા ચૂંટણીની તમામ પ્રક્રિયા પારદર્શકતા પૂર્વક કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતી સાથે યોજાય તેને અનુલક્ષીને પોલીસ તંત્ર તેમજ સૈન્યના જવાનોને સાથે રાખી દ્વારા ઠેર ઠેર ફ્લેગ માર્ચ યોજી પોલીસ તેમજ સૈન્યના જવાનોનું શક્તિ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજરોજ કાલોલ ખાતે કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિત પોલીસ સ્ટાફ સાથે ભારતીય સૈન્યના બીએસએફના જવાનોની ટીમ દ્વારા કાલોલ શહેરના કસ્બા વિસ્તારમાંથી પસાર થઈ નગરનાં વિવિધ રાજમાર્ગો પર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી જેમાં કાલોલ પોલીસની ટીમ તેમજ બીએસએફના જવાનોની ટીમે નગરના મુખ્ય બજારો,મુખ્ય માર્ગો તેમજ વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું અને કાયદો વ્યવસ્થા તેમજ સુરક્ષા સલામતીની પરિસ્થિતિની સમીક્ષા કરી પરત પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!