
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રામનવમીનાં પાવન પર્વ નિમિત્તે ડાંગ જિલ્લામાં ઠેર ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.તેમજ મંદિરોમાં મહાઆરતી સાથે મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. અને ઉત્સાહભેર રામનવમીના પર્વને ઉજવવામાં આવ્યો હતો.ભગવાન વિષ્ણુના સાતમા અવતાર એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજીના જન્મોત્સવ નિમિત્તે ડાંગ જિલ્લામાં આતશબાજીની જમાવટ સાથે જિલ્લાભરમાં ઠેર ઠેર હર્ષોલ્લાસપૂર્ણ માહોલમાં ધામધૂમથી રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી.
ડાંગ જિલ્લાના વઘઈ,આહવા,સુબીર સહિતના ગામોમાં આવેલ મંદિરોમાં આકર્ષક સુશોભન અને શ ણગાર કરવામાં આવ્યો હતો.ડાંગ જિલ્લાના આહવા,વઘઈ અને સુબીર સહિતના ગામોમાં બપોરે ૧૨ ના ટકોરે ભજન કીર્તન અને રામધુન ની રમઝટ બોલાવવામાં આવી હતી.
તેમજ મંદિરોમાં ભગવાન શ્રીરામને ભાવભર પારણામાં ઝુલાવવામાં આવ્યા હતા.આ અવસર એ ડાંગ જિલ્લાના મંદિરોમાં મહા આરતી ના ઝગમગાટથી ચારે તરફ પ્રકાશ રેલાયો હતો. અને “જય શ્રી રામ” ના જયઘોષ સાથે મંદિરોના પરિસર ગુંજી ઉઠ્યા હતા. તેમજ જિલ્લા ભરમાં ઠેર ઠેર શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ વઘઈ – આહવા ખાતે યોજાયેલ રામનવમીને શોભાયાત્રા કાર્યક્રમમાં ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલ, મહામંત્રી હરિરામ સાવંત, પ્રભારી રાજેશભાઈ દેસાઈ,સુભાષભાઈ ગાઈન, ભાજપા પ્રમુખ કિશોરભાઈ ગાવીત પણ ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં શોભાયાત્રા કાર્યક્રમ દરમિયાન ડાંગ જિલ્લા સાબર ક્રાઇમ પોલીસ દ્વારા જનજાગૃતિ આવે તે માટેના લખાણ સાથે ની કેટલીક બેગ પણ લોકોને આપવામાં આવી હતી. ડાંગ જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રામનવમીના પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.






