ધ્રાંગધ્રામાં શેર બજારમાં રોકાણ કરી ઊંચુ વળતર આપવાની લાલચ આપી છેતરપિંડી કરનાર શખ્સને ઝડપી લીધો.
તા.02/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા સીટી પોલીસ મથકના પીઆઈ દ્વારા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જેથી આ કામે ધ્રાંગધ્રા શહેરમાં શેર બજારમાં રોકાણ કરી ઉંચુ વળતર આપવાની લાલચ આપી ધ્રાંગધ્રાના તેમજ અન્ય શહેરના સાહેદોને વિશ્વાસમા લઈ તેઓ પાસેથી રૂપિયા ૧,૩૫,૫૪,૬૬૦ મેળવી આરોપી ગઈ ૨૫,૦૭/૨૦૨૫ ના રોજ ધ્રાંગધ્રા છોડી ક્યાક જતો રહેલ ત્યારબાદ ફરીયાદી ધીરજભાઇ કિશોરભાઇ પરમાર જા રહે, સોસાયટી વાડીનાથ ડેરી પાસે હળવદ રોડ ધ્રાગધ્રાવાળાએ ૦૫/૦૯/૨૦૨૫ ના રોજ ફરીયાદ આપતા ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૬૪૪/૨૦૨૫ ભારતીય ન્યાય સહીંતા અધીનીયમ ૨૦૨૩ ની કલમ-૩૧૬(૨), ૩૧૮(૨),૫૪ તથા ગુજરાત નાણાકીય સંસ્થાઓના થાપણદારોના હિતના રક્ષણ બાબત અધિનિયમ ૨૦૦૩ ની કલમ-૩ મુજબનો ગુન્હો દાખલ થયેલ અને આ કામે તપાસ કરનાર એ.કે.વાઘેલા દ્વારા આ કામે તપાસ દરમ્યાન આરોપીઓના મોબાઇલ નંબરો તથા આરોપીઓના સગા વ્હાલાઓના મોબાઇલ નંબરો કોલ ડીટેઇલ મંગાવી એનાલીસીસ કરી તેમજ આરોપીઓના બેન્ક એકાઉન્ટની માહિતી મેળવી આ કામે સાહેદોના નિવેદનો મેળવી આરોપી વિરૂધ્ધમા જરૂરી પુરાવાઓ એકત્રીત કરી અને ટેકનીકલ સોર્સ તથા હ્યુમન સોર્સ દ્વારા આ કામે આરોપી પ્રશાંતભાઇ સ/ઓ ભરતભાઇ જગજીવનદાસ વાઘેલા ધંધો, શેર બજાર માર્કેટીંગ રહે, તળાવશેરી ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર વાળાને અટક કરવામા આવેલ અને આરોપીને નામદાર જી.પી.આઇ.ડી. સ્પેશ્યલ સેસન્શ કોર્ટ સુરેન્દ્રનગર ખાતે રજુ કરી આરોપીના દિન-૫ ના રિમાન્ડ મેળવી આગળની તપાસ ચાલુ છે.