ARAVALLIDHANSURAGUJARATMODASA

ધનસુરામાં SIR તાલીમમાં ગેરહાજર રહેલા શિક્ષકો સામે મામલતદારી કાર્યવાહી

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

ધનસુરામાં SIR તાલીમમાં ગેરહાજર રહેલા શિક્ષકો સામે મામલતદારી કાર્યવાહી

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં યોજાયેલી SIR તાલીમ દરમિયાન કેટલાક શિક્ષકો ગેરહાજર રહ્યા હતા. આ મામલે તાલુકા મામલતદારે ગંભીર નોંધ લેતા કુલ 16 BLO તરીકે ફરજ બજાવતા શિક્ષકોને કારણદર્શક નોટિસ ફટકારી હોવાની માહિતી સામે આવી હતી મામલતદાર કચેરી દ્વારા જણાવાયું છે કે ચૂંટણી સંબંધિત તાલીમ કાર્યક્રમમાં ગેરહાજર રહેવું ફરજમાં બેદરકારી સમાન છે. તેથી, ગેરહાજર રહેલા શિક્ષકો પાસેથી લેખિતમાં સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે.તાલીમમાં યોગ્ય કારણ વિના ગેરહાજરી દાખલ થશે તો શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે, તેવી પણ ચેતવણી આપવામાં આવી છે.પ્રશાસન દ્વારા તમામ BLOને ફરજ પ્રત્યે જવાબદારીપૂર્વક વર્તવાની અને આગામી તાલીમ કાર્યક્રમમાં 100 ટકા હાજરી સુનિશ્ચિત કરવાની સૂચના આપવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!