ધ્રાંગધ્રા તાલુકાના ધ્રુમઠ ગામમાં ઉભરાતી ગટરના કારણે ગંદા પાણી રોડ પર ફરી વળ્યા

તા.03/12/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના ધ્રુમઠ ગામમાં ઉભરાતી ગટરના કારણે ગંદા પાણી રોડ પર ફરી વળ્યા છે આના લીધે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે સ્થાનિક રહેણાંક વિસ્તારોમાં ગટરનું ગંદુ પાણી ભરાઈ જતાં લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે આ પાણી અત્યંત દુર્ગંધયુક્ત હોવાથી આસપાસના વાતાવરણમાં પણ ગંદકી ફેલાઈ રહી છે ગ્રામજનો દ્વારા આ સમસ્યા અંગે ધ્રુમઠ ગ્રામ પંચાયતના સરપંચ સહિત તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી અને સમસ્યા યથાવત જોવા મળે છે રોડ પર ગંદા પાણી ભરાવાને કારણે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે જેનાથી નાના બાળકો અને વૃદ્ધો બીમારીનો ભોગ બની રહ્યા છે સ્થાનિક ગ્રામજનોએ ગ્રામ પંચાયતની બેદરકારી ગણાવી તાત્કાલિક અને નિયમિત ગટર સફાઈની ઉગ્ર માંગ કરી છે.




