MORBI મોરબીના નીચી માંડલ પાસે ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો
MORBI મોરબીના નીચી માંડલ પાસે ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો
મોરબી : મોરબી એલસીબી ટીમે હળવદ – મોરબી હાઇવે ઉપર નીચી માંડલ નજીક આવેલ નાગરાજ ટ્રાન્સપોર્ટ નામની ઓફિસમાં દરોડો પાડી વિદેશી દારૂની 22 બોટલ સાથે એક શખ્સને ઝડપી લઈ અન્ય બે આરોપીઓના નામ ખોલાવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી – હળવદ હાઇવે ઉપર નીચી માંડલ નજીક આવેલ પરિશ્રમ ચેમ્બરના પહેલા માળે આવેલ નાગરાજ ટ્રાન્સપોર્ટ નામની ઓફિસમાં વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડતા ઓફિસમાંથી વિદેશી દારૂની 22 બોટલ કિંમત રૂપિયા 6600નો મુદ્દામાલ મળી આવતા પોલીસે આરોપી રવિ મોહનભાઇ ગૌસ્વામી રહે.શિવપુર, તા.હળવદ વાળાને અટકાયતમાં લીધો હતો. આરોપીની પૂછતાછમા દારૂના આ ધંધામાં ખુમાનસિંહ ઉર્ફે ડીકે ભૂપતસિંહ ડાભી રહે.શિવપુર તેમજ ચિરાગ પટેલ રહે.મોરબી વાળાનું નામ ખુલતા પોલીસે ત્રણેય વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.