GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ગોર ખીજડીયા ગામ જવાના રસ્તે નાઈટ પેટ્રોલીંગ વધારી GRD જવાન મુકવા ગ્રામ પંચાયતની માંગ!

 

MORBI:મોરબીના ગોર ખીજડીયા ગામ જવાના રસ્તે
નાઈટ પેટ્રોલીંગ વધારી GRD જવાન મુકવા ગ્રામ પંચાયતની માંગ!

 

Oplus_131072

મોરબી તાલુકાનાં ગોર ખીજડીયા વનાળીયા ગામ જવાના રસ્તે અસામાજિક તત્વોની અવર જવર વધી જતાં ગોર ખીજડીયા ગ્રામ પંચાયતના સરપંચ ગૌતમભાઈ મોરડીયા દ્વારા મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેકટરને લેખીત રજુઆત કરી નાઈટ પેટ્રોલીંગ વધારવા તથા જીઆરડી ફાળવવા બાબતે રજૂઆત કરી માંગણી કરી છે. મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગ્રામ પંચાયતના સરપંચ ગૌતમભાઈ મોરડીયા દ્વારા મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેકટરને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે જવાના રસ્તે છેલ્લા ચાર પાંચ દિવસથી મોડી રાત્રીના સમયે ગોર ખીજડીયા વનાળીયા, માનસર અને નારણકા જવાના રસ્તે અસામાજિક તત્વોની અવર જવર વધી છે.આ અસામાજીક તત્વો ચોરી લૂંટના ઇરાદા થી પસાર તથા રાહદારીને હેરાન કરે છે. તેથી રાત્રી દરમિયાન નાઈટ પેટ્રોલીંગ વધારી GRD જવાન ફાળવવામાં આવે તેવી ગોર ખીજડીયા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા માંગ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!