નગરાળા એમ.એસ. ડબલ્યુ. કૉલેજ દ્વારા બાવકા આદિવાસી આશ્રમશાળા ખાતે NSS યુનિટ દ્વારા વાર્ષિક શિબિરનું સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું
તા.૨૫.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:નગરાળા એમ.એસ. ડબલ્યુ કૉલેજ દ્વારા બાવકા આદિવાસી આશ્રમશાળા ખાતે NSS યુનિટ દ્વારા વાર્ષિક શિબિરનું સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું
ગોપાલભાઈ પી. ધાનકા એમ.એસ. ડબલ્યુ. કૉલેજ, નગરાળા દ્વારા બાવકા આદિવાસી આશ્રમશાળા ખાતે NSS યુનિટ દ્વારા વાર્ષિક શિબિર નું સમાપન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ માં બાવકા ગામના તાલુકા સભ્ય શ્રી પરમાર જયેશકુમાર તેમજ અર્બન હોસ્પિટલ વહીવટી શાખા માંથી એડમિનિસ્ટ્રેટર ડૉ. બંકિમ ગાંધી, આશ્રમ શાળાના આચાર્યશ્રી પુષ્પાબેન દરજી, તેમજ જીપી ધા ન કા એમ. એસ. ડબલ્યુ. કૉલેજના આચાર્ય ડૉ. રાજુભાઇ કે ભુરિયા સાહેબ, તેમજ કોલેજના સ્ટાફગણ , શાળાના બાળકો , કૉલેજના NSS ના સ્વંયમ સેવકો હાજર રહ્યા હતા. કાર્યક્રમ ની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો નો પુષ્પ ગુચ્છ થી અને સ્વાગત ગીત થી આશ્રમશાળા ના બાળકો દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ NSS ના સ્વયંમ સેવકો દ્વારા અંધશ્રદ્ધા ને લઈને નાટક રજૂ કરવામાં આવ્યું. ત્યારબાદ નગરાળા ગામના તાલુકા સભ્ય દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ મુખ્ય અતિથિ ડૉ. બંકિમ ગાંધી દ્વારા NSS ની કામગીરી ને લઈને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ કૉલેજના આચાર્યશ્રી ડૉ. રાજુભાઇ ભુરિયા સાહેબ દ્વારા કાર્યક્રમને અનુરૂપ માર્ગદર્શન આપવામાં આવ્યું. અંતે કાર્યક્રમ ની આભારવિધિ કોલેજના પ્રા. પરેશભાઇ ગણાવા દ્વારા કરવામાં આવી. ત્યારબાદ રાષ્ટ્રગાન ગાઈને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યું.