GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના હિંમતપુરા ગામે વરસાદી પાણીના નિકાલ માટે વહીવટી તંત્ર દોડી આવ્યું.

તારીખ ૦૪/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના હિંમતપુરા ગામે પાછલા બે વર્ષથી વરસાદી પાણીના નિકાલ થતો નથી જેના કારણે ગામ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રામ પંચાયતનો વહીવટ હાલ વહીવટદાર કરી રહ્યા છે તેવા અહેવાલો મીડિયામાં પ્રસિદ્ધ થયા બાદ તંત્ર દોડી આવ્યું હતું જોકે તંત્ર દ્વારા ગામ લોકોની સમસ્યા દૂર કરવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતું પાણીનો નિકાલ જે જગ્યાએ થતો હતો એ જગ્યા માલિકની સર્વે નંબર વાળી હોવાથી માલિક દ્વારા પોતાની જગ્યામાં માટી પુરાણ કરી દેતા પાણીનો નિકાલ થઈ શક્યો નહીં જેને લઇ ગામ લોકોની માગ છે કે કાયમી ધોરણે વરસાદી પાણીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા વહીવટ તંત્ર દ્વારા કરી આપવામાં આવે તેવી માગ કરી હતી.





