જામનગરમાં વાવાઝોડા સાથેના વરસાદમાં ઝાડ પડ્યા,ગાયો ફસાઇ
*જામનગર શહેરમાં રવિવારે સાંજે પડેલા તોફાની વરસાદને લઈને ચાર સ્થળે ઝાડ પડી ગયાના અહેવાલ: ફાયરતંત્ર દોડતું થયું*ગાયોને બચાવાઇ
જામનગર (નયના દવે)
જામનગર શહેરમાં રવિવારે સાંજે ધીંગી મેઘ સવારી જોવા મળી હતી. ભારે રાજવી અને પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેની સાથે શહેરના અલગ અલગ વિસ્તારમાં ચાર જગ્યાએ ઝાડ પડી ગયાના અહેવાલ મળ્યા હતા, અને ફાયર બ્રિગેડ ની ટીમે પહોંચી જઈ તમામ સ્થળેથી ઝાડની ડાળીઓને કાપીને દૂર કરી હતી.
જામનગરના ધુવાવ નાકા બહારના વિસ્તારમાં ઉપરાંત પ્રગતિ પાર્ક, ન્યુ ઇન્દિરા કોલોની અને ઉદ્યોગ નગર સહિતના અલગ અલગ ચાર સ્થળોએ ઝાડ પડી ગયા ના અહેવાલ મળ્યા હતા.
કોઈ સ્થળે સ્થાનિક કોર્પોરેટરો પણ પહોંચ્યા હતા, અને જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા ની મદદ લેવામાં આવી હતી. ફાયર વિભાગની અલગ અલગ ચાર ટીમ દ્વારા રસ્તા વચ્ચે પડેલા ઝાડ ને કરવત વગેરેની મદદથી માર્ગ પર પડેલી જાડની ડાળીઓ વગેરેને દૂર કરીને જ્યાં રસ્તો અવરોધાયો હતો, તે રસ્તાઓ ખુલ્લા કરાવ્યા હતા.
વોરા ના હજીરા પાસે પાંચ ગાયો પાણીની વચ્ચે ફસાઈ હતી, તેને સહી સલામત રીતે ફાયરની બહાર કાઢી લીધી હતી.
અન્ય કોઈ જાનહાની થઈ ન હતી, એકમાત્ર ઉદ્યોગ નગર વિસ્તારમાં ઝાડ પડવાના કારણે એક એકટીવા સ્કૂટર દબાયું હતું, જે પણ ફાયર ની ટીમે દોડીજઈ બહાર કાઢી આપ્યું હતું.