જોરાવરનગરમા પુત્રએ પિતાની આખરી ઈચ્છા પુરી કરવા માટે હેલિકોપ્ટરમાં જાન જોડી

તા.25/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જોરાવનગરના રહીશ નગરપાલિકા પૂર્વ પ્રમુખ પી.ડી રાઠોડ સાહેબના રાજેન્દ્ર રાઠોડની જાન સુરેન્દ્રનગર જોરાવનગરથી ખાંભડા ગામ ખાતે હેલિકોપ્ટરમાં પહોંચી હતી આ સમયે ખૂબ જ બહોળી સંખ્યામાં હેલિકોપ્ટરના સ્વાગત માટે જનમેદની ઉમટી પડી હતી હેલિકોપ્ટર ઉતરાણ સમયે મહેમાન બાળકો મહિલાઓએ રહીશોએ વધાવી લીધું હતું ત્યારબાદ રાત્રી સમયે દેવ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો સ્વરુચિ ભોજન બહોળી સંખ્યામાં આનંદ લીધો હતો આ પ્રસંગે વઢવાણ વિધાન સભાના ધારાસભ્ય તેમજ નાયબ મુખ્યમંડક જગદીશભાઈ મકવાણા નાગબાઈમાંના મોણીયા ધામના મહંત વિજય બાપુ નગરપાલિકા પૂર્વ પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા જોરાવરનગર વેપારી એસોસિએશન સભ્યો તેમજ રાજકીય આગેવાન સમાજના આગેવાન મહેમાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા હેલિકોપ્ટરમાં દીકરાની જાન લઈ જાવી છે તેવી એક પિતાશ્રીની બાકી રહી ગયેલી ઈચ્છા દીકરાએ પૂરી કરી હતી.




