20 એપ્રિલ 2025
હર્ષલ ખંધેડિયા :- જામનગર
જામનગર જીલ્લા ભાજપ દ્વારા કાલાવડ શહેર ભાજપના ઉપપ્રમુખ તરીકે ભૂમિતભાઈ ફળદુ, ભરતભાઈ ધમ્મર, અતુલભાઈ દોંગા, સંજયસિંહ જાડેજા, આમદભાઈ સમા, ખોડીદાસભાઈ કાનાણી તથા મહામંત્રી તરીકે મિતભાઈ ફળદુ તથા કિશોરભાઈ નિમાવત તેમજ મંત્રી તરીકે વિજયભાઈ ચંદ્રપાલ,જીતેન્દ્રભાઈ જેઠવા,હંસાબેન સાંગાણી, શર્મીલાબેન હીરપરા, હંસાબેન ગોંડલીયા, કાજલબેન કડેચા તથા કોષાધ્યક્ષ તરીકે લતાબેન દાણીધારીયાની વરણી કરવામાં આવેલ, તે બદલ શાલ અને ફૂલહારથી સન્માન કરવા આવેલ.આ પ્રસંગે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, કાલાવડ શહેર ભાજપ પ્રમુખ નીરવભાઈ ભટ્ટ, તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરીયા, નગરપાલિકા પ્રમુખ રંજનબેન રાખોલીયા, પૂર્વ જીલ્લા મહામંત્રી અભિષેકભાઈ પટવા,પૂર્વ શહેર પ્રમુખ હસુભાઈ વોરા,કશ્યપભાઈ વૈષ્ણવ,વલ્લભભાઈ સાંગાણી પૂર્વ જીલ્લા યુવા મોરચા પ્રમુખ ભુમીતભાઈ ડોબરીયા તથા ગાંડુભાઈ ડાંગરીયા,વલ્લભભાઈ વાગડીયા,હીનાબેન રાખોલીયા મનોજભાઈ પરમાર, મુરતુજાભાઈ સાદીકોટ, સહિતના આગેવાનો તેમજ નગરપાલિકાના સદસ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.