GUJARATNAVSARIVALSAD CITY / TALUKO

નવસારી માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ દ્વારા બ્રીજ ઇન્સ્પેક્શનની વિગતવાર તાંત્રિક ચકાસણી હાથ ધરવામાં આવી

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી:તા.૧૦.નવસારી જિલ્લામાં સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના સ્ટેટ હાઇવે તથા મુખ્ય જિલ્લા માર્ગ પરના તમામ ૨૮ મેજર તથા ૪૨  માયનોર બ્રિજનું ઇન્સ્પેક્શન દર વર્ષે ચોમાસા પૂર્વે અને ચોમાસા બાદ નવસારી જિલ્લા કાર્યપાલક ઇજનેર તથા નવસારી નાયબ કાર્યપાલક ઇજનેરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે.હાલના સંજોગોને ધ્યાનમાં રાખી અને તકેદારીના ભાગ રૂપે આજ રોજ નવસારી જિલ્લાના વાડા ગામ નજીક સુરત સચિન નવસારી રોડ પરના મીંઢોળા નદીના બ્રિજનું તેમજ નવસારી ગણદેવી બીલીમોરા સ્ટેટ હાઈવે પરના અંબિકા નદીના જૂના બ્રિજનું સુરત માર્ગ અને મકાન વર્તુળના અધિક્ષક ઇજનેરની હાજરીમાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું

જેમાં ટેકનીકલ પાસાઓ જેવા કે  બ્રિજ ટ્રાફિકેબલ , રીપેરીંગ વર્ક તથા મરામતની જરૂરિયાત , બ્રિજના આયુષ્ય ,બ્રિજ ના પ્રકાર, બ્રિજના સ્પાન વગેરેનું વર્ગીકરણ કરી તે મુજબ વિગતવાર તાંત્રિક ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય બ્રિજને લોડ ટેસ્ટ કરવાની પણ પ્રક્રિયા માર્ગ અને મકાન વિભાગ નવસારી દ્વારા હાથ ધરેલ છે જેથી અગાઉથી તકેદારી તથા યોગ્ય કાર્યવાહી હાથ ધરી શકાય.

Back to top button
error: Content is protected !!