GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમાં પેગંબર સાહેબના દામાદ હઝરત સૈયદના મૌલા અલી ની ઉર્સની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

 

તારીખ ૨૪/૦૩/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેરમાં ગતરોજ મોડી રાત્રે નૂરાની ચોકના પ્રાંગણમાં ઇસ્લામ ધર્મના ચોથા ખલીફા હઝરત સૈયદ મૌલા અલી રદીઅલ્લાહો અન્હુ ની ઉર્સની હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં પેગંબર સાહેબના દામાદ ની સહાદત ની ઉજવણી અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ધાર્મિક વાતાવરણમાં હર્ષોલ્લાસ સાથે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ અઝીમ ફ્રેન્ડ સર્કલ દ્વારા જુમ્મા મસ્જિદના ચોકથી જુલુસ પ્રસ્થાન કરી વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ નુરાની ચોક ખાતે આવી પહોંચ્યું હતું જ્યાં હઝરત સૈયદના મૌલા અલી ની શાન મા સલાતોસલામ બાદ દુવા માંગવામાં આવી હતી ત્યારબાદ સહાદતે હઝરત સૈયદ મૌલા અલી હૈદર રદીઅલ્લાહૂ અન્હુ ની ઉર્સની ઉજવણી ને લઇ રાત્રીના સાડા દશ વાગ્યાના સુમારે અઝીમી ફ્રેન્ડ સર્કલ દ્વારા વાયઝ (કથા)નું કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું હતું જ્યાં વાયઝ ના આ જલસામાં જુમ્મા મસ્જીદના ખતીબ મોલાના સીબતૈનરઝા અશરફી દ્વારા હઝરત સૈયદ મૌલા અલી હૈદર રદીઅલ્લાહૂ અન્હુ ની શાનમાં બહેતરીન અંદાજમાં વર્ણન કરીને જલસામાં હાજર લોકો મંત્રમુગ્ધ કરી દીધા હતા અંતે સલાતોસલામ પછી દુવા માગી કાર્યક્રમનું મોડીરાત્રે સમાપન થયું હતું.

Back to top button
error: Content is protected !!