GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમાં ઉત્તરાયણ ની ધૂમધામ સાથે ઉજવણી. ગાય માતાની પૂજા કરી દાન પૂણ્ય નો પણ ધોધ વરસાવતા નગરજનો.

 

તારીખ ૧૫/૦૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ઉત્તરાયણના દિવસે સમગ્ર ગુજરાતમાં પતંગોનું અનેરું મહત્વ રહેલું છે અને હીન્દુ ધર્મના માન્યતા અનુસાર આ દિવસે કરવામાં આવતું પુણ્ય બે ગણું મળતું હોવાથી આ દિવસે વધુ દાન કરવામાં આવે છે અને હીન્દુ ધર્મમાં તેનું અનેરું મહત્વ રહેલું છે. ખાસ કરીને ગાય માતાનું પૂજન કરી ઘાસચારો કે અનાજ ખવડાવવામાં આવે છે જ્યાં ગાય માતાનાં આશીર્વાદ પ્રાપ્ત કરે છે અને આ દિવસે નાના બાળકોથી માંડીને વડીલ વૃદ્ધ મકાનના ધાબા પર ચડીને ઘરના બધા સદસ્યો મળીને તહેવારની ઉજવણી કરતાં હોય છે. જેના ભાગરૂપે બુધવારના દિવસે અને ગુરુવારે કાલોલ સહિત પંથકમાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ભવ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો ધાબા ઉપર ડી.જે.ની ધૂન સાથે રંગબેરંગી પતંગો થી આકાશ છવાઈ ગયું હતું યુવાધન અવનવા ટોપા પહેરી સવારથી જ ધાબા પર ચઢી ગયા હતા અને “કાઈપો છે, એ ગઈ..એ લપેટ,ની બૂમો થી વાતાવરણ ઉભરાઈ ગયું હતું. જલેબી, ઉધીયુ, ફાફડા, ની ધૂમ ખરીદી નગરજનો એ કરી હતી તલ ગોળ ના લાડુ અને ચક્કી ની જયાફત માણી હતી.અત્રે ઉલ્લેખનીય છેકે કાલોલ નગરમાં વહેલી સવારથી પવન ન હોવા છતાં પતંગ રસિકો ધાબા પર ચઢી ખાણી-પીણીની રંગત જમાવી હતી. જો કે બપોર બાદ પવનની ગતિ થોડી વધતાં ઉત્તરાયણનો માહોલ જામ્યો હતો, આ પછી સાંજ થતાં જ કાલોલના મોટાભાગના વિસ્તારોમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. જેથી ઉત્તરાયણમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો જ્યાં નગર નું આકાશ રંગબેરંગી આતશબાજીથી ગુંજી ઉઠ્યું હતું.

Back to top button
error: Content is protected !!