મુળી તાલુકાનાં ખંપાળિયા ગામે VCE નું આઈડી બંધ કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો
મૂળી TDO ને રજુઆત કરવા પહોંચ્યા ખેડૂતો.

તા.25/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
મૂળી TDO ને રજુઆત કરવા પહોંચ્યા ખેડૂતો, સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ પાક નુકસાન વળતર અંગેના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે અને ગ્રામીણ વિસ્તારોમાં વીસીઈ ના આઈડી મારફતે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે તાલુકા પંચાયત તેમજ ગ્રામ પંચાયતોમાં પાક નુકસાન વર્તનના ખેડૂતો ફોર્મ ભરવા આવી રહ્યા છે અને વીસીઈ મારફતે આ ફોર્મ પણ ભરાઈ રહ્યા છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ખંપાળિયા ગામે વીસી એમાં ફરજ બજાવતા દુધરેજીયા તભા ભાઈને રાજકિય રાગ દ્વેષ રાખી અને ફરજમાંથી દૂર કરવા માટે અરજી કરવામાં આવી હતી જેની કોઈપણ પ્રકારની જાણ વગર અને સાચી તપાસ કર્યા વગર વીસીએ દુધરેજીયા તભાભાઈને ફરજ ઉપરથી હટાવી દેવામાં આવ્યા હતા જેને લઇને હવે ગામના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અચાનક વીસીઇને હટાવી દઇ અને તેનું આઈડી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોને પાક નુકસાન સહાય ફોર્મ ભરાઈ નથી રહ્યા જેને લઇ ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે સરકાર દ્વારા 10000 કરોડ પાક નુકસાન વળતર સહાય પેકેજના રૂપે ફાળવવામાં આવ્યા છે પરંતુ ફોર્મ ભરવા માટે એક બાજુ લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડે છે તો બીજી બાજુ સરોવરના ધાધિયા છે તો બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં અધિકારીઓની મન માનીઓ અને તઘલખી નિર્ણયોના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે વીસીઇ ને અચાનક ઘટાવામાં આવતા ખેડૂતોને ફોર્મ ભરવા માટે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યાર જ્યાં સુધી પાક નુકસાન વળતર ના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે ત્યાં સુધી વીસી તરીકે દુધરેજીયા તભા ભાઈને શરૂ રાખવામાં આવે અને તમામ ખેડૂતોના ફોર્મ ભરાઈ જાય ત્યારબાદ યોગ્ય તપાસ કરી અને નિર્ણય કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે આ સાથે 100 થી વધુ ખેડૂતો દ્વારા સહીઓ કરી અને ટીડીઓ મુળીને રજૂઆત કરવામાં આવી છે.




