GUJARATKUTCHMANDAVI

કચ્છમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘પૂર્ણાની પોષણ ઉડાન -૨૦૨૬’ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરાઈ. 

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૧૫ જાન્યુઆરી : કચ્છની આંગણવાડીમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘પોષણ ઉડાન -૨૦૨૬’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે.આ અભિયાનનો મુખ્ય હેતુ કિશોરીમાં કુપોષણ ઘટાડવું , આરોગ્યપ્રદ આહાર અંગે જાગૃતિ ફેલાવવી અને સમાજના દરેક વર્ગને પોષણયુક્ત જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો હતો.‘સ્વસ્થ કિશોરી-સ્વસ્થ ભારત’ એ જ પોષણ ઉડાનનો મુખ્ય સંદેશ આપવામાં આવ્યો.આંગણવાડી કક્ષાએ ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગોત્સવ થકી પોષણ વિશે જાગૃતિ લાવવાના હેતુથી ‘પોષણ ઉડાન’કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્રમાં આઈસીડીએસ અંતર્ગત લાભ લઇ રહેલા બાળકો, કિશોરીઓ અને માતાઓ, સ્થાનિક શાળાઓ, એનજીઓ અને સમુદાયના આગેવાનો તેમજ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ સાથે જન ભાગીદારીથી કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી , જિલ્લા પૂર્ણા કન્સલ્ટન્ટ,સી.ડી.પી.ઓ,મુખ્ય સેવિકા ICDS સ્ટાફ, આંગણવાડી કાર્યકર,કિશોરીઓ,વાલીઓ, સરપંચ, ઉપસરપંચ,ગામના આગેવાન હાજર રહ્યા હતાં. કિશોરી દ્વારા પતંગમાં પોષણ, આરોગ્ય, સ્વચ્છતા વિશેનાં સુત્રો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.કુલ ૨૦૯૨ આંગણડવાડીમાં ઉજવણી થઇ, જેમાં ૧૦૬૮૮ કિશોરી પૂર્ણાની પોષણ ઉડાન કાર્યક્રમમાં ભાગ લીધેલ.આ કાર્યક્રમમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા કિશોરીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેઓએ કિશોરીઓને નાની ઉંમરે લગ્ન કરવા નહીં અને શાળામાંથી ડ્રોપ આઉટ થયેલ કિશોરીઓને ફરીથી શાળા પ્રવેશ તેમજ વોકેશનલ ટ્રેનિંગ લેવા માટે અનુરોધ કર્યો હતો, સાથે જ તેઓને પૂર્ણા કન્સલ્ટન્ટ દ્વારા પૂર્ણા યોજના વિશે વિશેષ સમજણ આપવામાં આવી હતી, તેમજ બહારના ફૂડ પેકેટ કરતા આંગણવાડી કેન્દ્રોમાં મળતા ટી.એચ.આર.(THR) ના પેકેટનો ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલ તમામ લાભાર્થીઓના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો કરવો, સાથે જ આંગણવાડી કેન્દ્રો અને સમુદાયોમાં પોષણ શિક્ષણ પહોંચાડવું અને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ ખાદ્ય પદાર્થોનો યોગ્ય ઉપયોગ કરવો તેમજ તેને પ્રોત્સાહિત કરવા માટેનો હતો.

Back to top button
error: Content is protected !!