લખતરમા ગટરના પાણી રોડ ઉપર ફરી વળતાં રાહદારીઓ અને વિધાથીર્ઓને હાલાકી

તા.13/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર શહેરનાં ખાળીયા વિસ્તારમાં ગટરના ગંદા પાણી રોડ ઉપર અવાર નવાર ફરી વળતાં હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તંત્રને અનેક રજૂઆતો છતાં સત્તાધિશો નિંભર બનીને બેઠા હોવાથી લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે આ રસ્તે પસાર થતા રાહદારીઓમાં પણ રોષ ફેલાયેલો છે ભારત આઝાદ થયાને 78 વર્ષ થયા છે પરંતુ અમુક ગ્રામ્ય વિસ્તારોને ગંદકીમાંથી આઝાદી હજી સુધી સંપૂર્ણ મળી નથી તેમાં એક લખતર તાલુકા મથકનો સમાવેશ પણ થાય છે અહીં તાલુકાની મોટી ગ્રામ પંચાયત હોવા છતાં તેના સત્તાધિશોની નિષ્ક્રિયતાના લીધે શહેરીજનોને ભોગવવું પડી રહ્યું છે લખતર શહેરનો ખાળીયા વિસ્તાર શહેરનો મોટો અને મુખ્ય વિસ્તાર કહી શકાય છે આ વિસ્તારમાં રામજી મંદિર આવેલું છે પોસ્ટ ઓફિસ પણ આ રસ્તે થઈને જવાય છે ત્યારે રામજી મંદિરના પટાંગણમાં જ ગટર ઉભરાતા રોડ ઉપર ગટરના પાણી ફરી વળે છે આવી જ રીતે ગટરના પાણી રોડ ઉપર ફરી વળતાં લોકોને હાલાકી વેઠવી પડી હતી. શાળાએ જતી બાળાઓને પણ ગંદા પાણીમાંથી પસાર થવું પડતું હતું આ અંગે સ્થાનિક પંચાયતમાં રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી તંત્રના સત્તાધિશો દ્વારા કરાઈ નથી સ્થાનિક પંચાયતે ચોપડે તો આ વિસ્તારમાં રામજી મંદિર સુધી બ્લોક નાંખી દીધા છે તેના રૂપિયા પણ ઉપાડી લીધા છે આ અંગે જિલ્લા વિકાસ અધિકારીને ગ્રામપંચાયતના સદસ્ય દ્વારા જ લેખિત રજૂઆત થઈ હોવા છતાં કોઈ તપાસ સુદ્ધાની કાર્યવાહી થઈ નથી તેના કારણે જ રહીશો હાલાકી વેઠી રહ્યા છે ગામ બહારના નહીં અંદરના રસ્તા સરખા કરો આ વિસ્તારનાં રહીશો અને રાહદારીઓના જણાવ્યા અનુસાર, જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વ એટલે કે આઝાદી પર્વની ઉજવણી લખતરમાં થનાર છે તેથી ગામ બહાર જ્યાં મંત્રી અને મોટા અધિકારીઓ અને નેતાઓ નીકળવાના છે તે રસ્તાઓ તેમને સારું લગાડવા સારા અને ચોખ્ખા કરવામાં આવી રહ્યા છે પરંતુ ગામનાં રસ્તા ચોખ્ખા અને સારા કરી ગ્રામજનોને ગંદકીમાંથી આઝાદી અપાવો પછી જિલ્લાનું આઝાદી પર્વ ઉજવો તેવું લોકમુખે સાંભળવા મળતું હતું.



