GUJARATLAKHTARSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

લખતરનાં કડુમાં મંદિરમાંથી ચોરી કરતા તસ્કરને ગ્રામજનોએ રંગેહાથ ઝડપી પાડ્યો

તા.24/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર તાલુકાના કડુ ગામે હાઇવે પર આવેલા શ્રી શક્તિ માતાજીના મંદિરમાંથી દિવસ દરમિયાન ચોરી કરતા એક શખ્સને ગ્રામજનોએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો ગ્રામજનોએ ચોરી કરેલી પિત્તળની વસ્તુઓ સાથે શખ્સને પકડી પાડી પોલીસને જાણ કરી હતી ઘટના સમયે મંદિરના પૂજારીના પત્ની મંદિરની બાજુમાં આવેલા તેમના મકાનમાં એકલા હતા તે દરમિયાન બે ઈસમો છકડો લઈને મંદિરના ગેટ પાસે આવ્યા હતા તેમાંથી એક શખ્સે મંદિરમાં પ્રવેશ કરી પિત્તળની વસ્તુઓની ચોરી કરવાનું શરૂ કર્યું હતું પૂજારીના પત્નીએ આ ચોરી જોઈ જતાં તેમણે તાત્કાલિક મંદિરના પૂજારી જયરાજભાઈ ગોસ્વામીને ફોન પર જાણ કરી હતી પૂજારી જયરાજભાઈ વ્યવહારિક કામ અર્થે ગામ બહાર હોવાથી તેમણે તરત જ ફોન દ્વારા ગ્રામજનોને આ બનાવની જાણ કરી હતી કડુ ગામના લોકો તાત્કાલિક મંદિરે પહોંચ્યા હતા અને ચોરી કરેલી પિત્તળ સહિતની વસ્તુઓ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો જ્યારે અન્ય એક શખ્સ નાસી છૂટ્યો હતો કડુ સરપંચ સહિત ગ્રામજનો દ્વારા સમગ્ર ઘટના અંગે લખતર પોલીસને જાણ કરવામાં આવી હતી લખતર પોલીસ તાત્કાલિક શ્રી શક્તિ માતાજીના મંદિરે પહોંચી હતી અને ચોરી કરનાર શખ્સને ઝડપી પાડી લખતર પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!