અહેવાલ
અરવલ્લી: હિતેન્દ્ર પટેલ
મેઘરજ નગરમાં પંચાલ રોડ પર ભરાતા પાણી ને લઈ રહીશોમાં રોષ, રજુઆતો કરી ને સ્થાનિકો થાકી ગયા તો પણ નિકાલ નહિ
રસ્તા પર ભરાયેલ ગટરના ગંદા પાણીમાં બસ પણ ખોટવાઈ, બસ કર્મચારીએ જાતે પાણીમાં નીચે ઉતરી ને બસ શરુ કરવા પ્રયત્નો કર્યા સરકારી કર્મચારીઓ ની પણ આવી દશા જે તમે પણ નહિ જોઈ હોય
મેઘરજ નગરમાં ઇન્દિરા વિસ્તારમાં ગતિશીલ ગુજરાતના વરવા દ્ર્શ્યો જેમાં પંચાલ મેઘરજ રોડ ઉપર છેલ્લા કેટલાક મહિનાથી ગટરોનું પાણી રસ્તા પર આવી જતા ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે રસ્તા ની મધ્યમ ભાગમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોની મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે તેમજ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ભરાયેલા પાણીના નિકાલ માટે વારંવાર ટીડીઓથી લઈને મામલતદાર તેમજ ડેડિયો તેમજ કલેક્ટરને સહિત અનેક જગ્યાએ રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ સાંભળતું ન હોવાના પણ હાલ આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે ગતિશીલ ગુજરાતના આવા વરવા દદ્ર્શ્યો જોઈને પણ તમે ચોકી જશો કે શું ચોમાસા જેવો માહોલ છે કે પછી આ તળાવ છેલ્લા છ માસ થી ભરાઈ રહેતા પાણી થી રાહદારીઓ વાહનચાલકો પરેશાન છે ગ્રામપંચાયત અને તંત્ર ની બેદરકારી ના કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકો પરેશાન જૉવા મળે છે ગટર લાઇનના ગંદા ભરાઈ રહેલ પાણી ના કારણે મચ્છરો નો ઉપદ્રવ થવાની પણ સંભાવના રહેલી છે હાલ તો ઝડપથી આ ભરાયેલા પાણીનો નિકાલ થાય તેવી સ્થાનિકોની માંગ સેવાઈ રહે છે જો આગામી સમયમાં પાણીનું નિકાલ નહીં થાય તો બંધ કરી દેવામાં આવશે તેવું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે ત્યારે આ બાબતે ફરી એકવાર સ્ટેટ વિભાગના અધિકારીઓ રસ્તા બાબતે પણ થોડું ધ્યાન દોરે તેવી સ્થાનિકોની માંગ સિવાય રહી છે