અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકામાં એક બીટ વન કર્મચારીએ વૃક્ષોની માવજત અને રોપાને લઇ લાખો રૂપિયા ચાઉં કર્યા ની ચર્ચાઓ જામી
સરકાર દ્વારા હાલ હરિયાળી ક્રાંતિ લાવવા માટે અવનવા કિમીયા કરી સમગ્ર ગુજરાતને હરિયાળુ બનાવા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે અને હવે નવા અભિયાન થકી એક પેડ માં કે નામ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે પરંતુ વૃક્ષો નો ઉછેર અને માવજત માટે સરકાર લાખો રૂપિયા આપે છે પરંતુ વૃક્ષો વાવી અને ફોટા પડાવ્યા પછી એનો હિસાબ માત્ર ને માત્ર માવજન અને ઉછેરના નામે ખોટા બીલો બનાવતા હોવાની વાતો હવે વહેતી થઇ છે
મેઘરજ તાલુકાના હાલ એક એવી ચર્ચા જામી છે જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં એક બીટ વન કર્મચારી અને દ્વારા વૃક્ષોના ઉછેર અને માવજત તેમજ વૃક્ષો માટેના ખાડાઓ સહીત અનેક કામગીરી સામે માત્ર ઓછા કામો કરી મસ મોટા બીલો મૂકી લાખો રૂપિયા ના બીલો પાસ કરી કર્મી એ પોતાના ખીજવામાં રૂપિયા મુક્યા હોવાની વાતો ચર્ચાઈ રહી છે ત્યારે તાલુકાની જે તે બીટમાં છેલ્લા પાંચ વર્ષમાં વૃક્ષો ની માવજત માટે થયેલ ખર્ચા, વૃક્ષોનું વાવેતર અને વૃક્ષોની ગણતરી કરવામાં આવે તો મસમોટુ કૌભાંડ બહાર આવે તો નવાઈ નહિ