વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી
નવસારી જિલ્લાના 99 જેટલા મંદિરો તોડવાની નોટીસ ફટકારવામાં આવતા AHP-RBD હિન્દૂ સંગઠનના આગેવાનો એ ભારે વિરોધ સાથે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલને સંબોધી નવસારી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.. પ્રાપ્ત માહિતી મુજબ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળનાં આગેવાનોએ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં પણ મંદિરો તોડવાના બાબતે નોટિસો આપી છે. તે બાબતે આજે લોકતાંત્રિક રીતે નવસારી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી સખત વિરોધ નોંધાવ્યો છે. નવસારી જિલ્લા પ્રશાસન દ્વારા નવસારી જિલ્લામાં પણ 99 જેટલા ધાર્મિક સ્થળો તોડવા નોટિસો ફટકારી છે.તેનો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ સખત નિંદા કરે છે. આવેદનપત્રમાં રોષ ઠાલવી અમદાવાદ ખાતે હિન્દૂ આગેવાનોની ધરપકડ કરવામાં આવી છે.એ નિંદનીય બાબત છે તેમ જણાવી નવસારી જિલ્લા AHP ના અધ્યક્ષ રાકેશભાઈ શર્માએ જણાવ્યું હતું કે મંદિરો તો પાકિસ્તાન, ઢાંકા અને કાબુલમાં તૂટે ભારત અને ગુજરાતમાં પણ મંદિરો તૂટે, શુ.આપણો દેશ ઇસ્લામિક રાષ્ટ્ર છે.? એ બાબતે ઘોર નિંદા કરી ભારે વિરોધ નોંધાવ્યું હતું.