Rajkot: જસદણ અને વિંછીયા તાલુકાના ૨૨ ગામોમાં ૫૫૦ લાખના ખર્ચે ગ્રામ પંચાયતના અદ્યતન ભવનો બનશે.
તા.૩૦/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે આગામી દિવસોમાં ગામડાઓમાં ગ્રામ પંચાયત ઘરની સુવિધા ઉપલબ્ધ થશે: મંત્રી કુંવરજીભાઈ
જસદણ અને વિંછીયા તાલુકાના ૨૨ ગામોમાં ૫૫૦ લાખના અને ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે નવી ગ્રામ પંચાયતના અદ્યતન ભવનો બનતા ગામડાઓમાં પંચાયતની સુવિધાઓ ઉપલબ્ધ થશે.
Rajkot: આ અંગેની વિગતો જણાવતા ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું કે, જસદણ તાલુકાના (૧) પોલારપર (૨) જુના પીપળીયા (૩) ચીતલીયા (૪) ઝુંડાળા (૫) જીવાપર (૬) બરવાળા (૭) કુંદણી (૮) વેરાવળ.ભા (૯) કાનપર (૧૦) રાણપરડા (૧૧) ગઢડીયા.જામ (૧૨) રાજાવડલા.જસ (૧૩) નાની લાખાવડ (૧૪) બળધોઈ (૧૫) ભાડલા (૧૬) લીલાપુર (૧૭) વડોદ અને વિંછીયા તાલુકાના (૧) છાસીયા (૨) પાટીયાળી (૩) ભડલી (૪) દેવઘરી અને જસદણ વિધાનસભામાં આવતા ગોંડલ તાલુકાના મોટા દડવા નવા પંચાયત ઘર બનાવવામાં આવશે.
રાજયના પંચાયત વિભાગની સી.ડી.પી-૫ યોજના હેઠળ ગ્રામ પંચાયત ઘર કમ તલાટી મંત્રી આવાસ યોજના અંર્તગત નવીન ગ્રામ પંચાયત ઘર બનાવવાના કામોને વહીવટી મંજુરી રાજય સરકાર તરફથી આપવામાં આવી છે જે કામો થવાથી અરજદારોને બેસવા, સરકારી રેકર્ડ રાખવા સહિતની સુવિધાઓ ગામને મળશે.
કામોના અંદાજપત્રક બનાવવા સહીતની કાર્યવાહી માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે જે કામો વહેલી તકે શરૂ કરવા માટે સબંધીત અધિકારીને સૂચનાઓ કરવામાં આવી હોવાનું ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું છે.