AHAVADANGGUJARAT

નવસારી જિલ્લામાં SIR કાર્યક્રમ અંતર્ગત તા.૧૫ ફેબ્રુઆરીના રોજ મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરાઈ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

*નવસારી જિલ્લામાં કુલ ૯,૬૬,૨૩૧ મતદારો આખરી મતદારયાદીમાં સમાવિષ્ટ*

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવેલ.

જે અંતર્ગત, આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવાના પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રેએ આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ થયા પહેલા નવસારી જીલ્લાની ચાર વિધાનસભામાં કુલ ૧૦,૯૫,૯૦૦ મતદારો હતા. મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ થયાં બાદ કુલ મતદારોની સંખ્યા ૯,૫૯,૩૩૭  રહેવા પામી હતી અને આખરી મતદાર યાદીમાં ૯,૬૬,૨૩૧ મતદારોના નામ આખરી મતદાર યાદીમાં સમાવિષ્ટ થયા છે.

Back to top button
error: Content is protected !!