GUJARATSINORVADODARA

વાઘોડિયામાં SMCની મોટી કાર્યવાહી બાદ તાજેતરમાં શિનોર પોલીસ સ્ટેશનમાં બદલી થયેલા PI પૃથ્વીરાજસિંહ જાડેજા સસ્પેન્ડ

ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં SMC દ્વારા કરવામાં આવેલી મોટી કાર્યવાહી બાદ પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે. વાઘોડિયા બસ સ્ટેન્ડ પાછળ ચાલી રહેલા વિદેશી દારૂના કટીંગ પર SMCએ દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન આશરે ₹17 લાખનો વિદેશી દારૂ અને કુલ 6129 બોટલો જપ્ત કરવામાં આવી હતી. સાથે સાથે તપાસમાં 9 ડાયરીઓ મળી આવી હતી, જેમાં કરોડોની લેવડદેવડના હિસાબો નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
મામલો ગંભીર બનતા તપાસ રાજ્યના પોલીસ વડા સુધી પહોંચતા કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી. ડાયરીઓમાંથી અનેક પોલીસકર્મીઓના મોબાઇલ નંબર પણ મળી આવતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
તાજેતરમાં શિનોર પોલીસ સ્ટેશનમાં બદલી થયેલા PI પૃથ્વીરાજસિંહ જાડેજાને આ મામલે જવાબદાર માનવામાં આવતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં PI પૃથ્વીરાજસિંહ જાડેજાની શિનોર પોલીસ સ્ટેશનમાં બદલી થઈ હતી.
તેમજ વાઘોડિયા SMCની મોટી કાર્યવાહીના મામલે PI પૃથ્વીરાજસિંહ જાડેજાને જવાબદાર માનવામાં આવતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!