વડગામ ખાતે રાવલ પરિવારના મોભી જીવન પર્વ જ્ઞાતિ દર્શન મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ તેમજ સંતોએ હાજરી આપી

13 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વડગામ ખાતે રહેતા જસવંતલાલ મયા રામ ભાઇ રાવલ તપોધન તેમની પત્ની કેસરબેન રાવલ જેમને જીવન પર્વ જ્ઞાતિ દર્શન કાર્યક્રમમાં આસપાસના તપોધન સમાજના તમામ ગ્રામજનોને જેમાં બળાદ રામપુરા. ખેરાલુ સિધ્ધપુર. માલણ. પાલનપુર મેમદપુર .વગદા. જેવા અનેક ગામમાંથી રાવલ પરિવારના લોકો હાજર રહ્યા હતા આ ઉપરાંત જશપુરીયા. અરઠી .હાથીદરા. ફતેપુર. વિસનગર. જેવા વિસ્તારોના મંદિરના મહંતોસંતોને પણ હાજરી આપી આશી વચન આપવા માટે ખાસ આમંત્રિત કર્યા હતા જેમા વડગામમાં રહેતા તમામ સમાજ વાળા તેમજ અન્ય જ્ઞાતિના પણ હાજરી આપી હતી ત્યારે સ્ટેજ ઉપર બેઠેલા જશવંતભાઈ રાવલ અને તેમની પત્ની કેસરબેન ને તેમના પરિવારના નાના મોટા લોકોએ પૂજા કરી આશી વચન લીધા હતા આ જીવન પર્વના કાર્યક્રમ તેમના ભાઈઓ તેમનો પરિવાર સહિત તમામ લોકોએ આવેલા મહેમાનોને આવકાર્યા હતા. આ જ્ઞાતિ દર્શનમાં મોટી સંખ્યામાં ભોજન રૂપે પ્રસાદ ગ્રહણ કર્યો હતો



