GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

પંચમહાલ જિલ્લામાં ૧ થી ૮ ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન નારી વંદન સપ્તાહની ઉજવણી કરાશે.

 

તારીખ ૨૯/૦/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સશક્તીકરણ માટે અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ જ દિશામાં નક્કર કદમ ભરી નારી સંરક્ષણ અને સન્માન માટે “નારી વંદન ઉત્સવ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.પંચમહાલ જિલ્લામાં આગામી ૧ ઓગસ્ટથી ૮ ઓગસ્ટ ૨૦૨૪ સુધી “નારી વંદન ઉત્સવ” સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. પંચમહાલ જિલ્લામાં ૦૧ ઓગસ્ટના રોજ મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાશે,૦૨ ઓગસ્ટના રોજ બેટી બચાવો બેટી પઢાઓ,૦૩ ઓગસ્ટના રોજ મહિલા સ્વાવલંબનની ઉજવણી,૦૫ ઓગસ્ટના રોજ મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી,૦૬ ઓગસ્ટના રોજ મહિલા કર્મયોગી દિવસની ઉજવણી, ૦૭ ઓગસ્ટના રોજ મહિલા કલ્યાણ દિવસની ઉજવણી તથા ૦૮ ઓગસ્ટના રોજ મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરાશે તેમ મહિલા અને બાળ અધિકારીશ્રી પંચમહાલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!