GUJARATHALOLPANCHMAHAL

પાવાગઢમાં ગેરકાયદેસર દબાણકર્તાઓને તંત્ર દ્વારા નોટિસ આપતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૩.૭.૨૦૨૫

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ તળેટી ખાતે હાલોલ બોડેલી રોડ પર ગેરકાયદેસર થયેલ દબાણો દૂર કરવા બાબતે તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની નોટિસ ફટકારતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર યાત્રાધામ પાવાગઢ તળેટી ખાતે હાલોલ બોડેલી રોડ પર રેખા નિયંત્રણ ધરાનો ભંગ કરી દબાણકર્તાઓ દ્વાર કેબીન, શેડ, લારી, ગલ્લા, કાચું પાકું બાંધકામ કરી ગેરકાયદેસર દબાણ કર્યા હોવાનું નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી મા અને રોડ ખાતામાં હાલોલ ને ધ્યાને આવતા આ તમામ દબાણકર્તા લોકોને નોટિસ મળ્યા ના દિન ત્રણ માં તમારી સ્વેછાએ દબાણો દૂર કરવાની નોટિસ તાકેદ કરવામાં આવ્યા છે.અને સમયમર્યાદામાં દબાણો દૂર કરવામાં નહિ આવેતો તંત્ર જાતે દૂર કરશે અને તે ખર્ચ રેવન્યુ રહે વસુલ કરવામાં આવશે વધુમાં દબાણો દૂર કાર્ય બાદ ફરીથી પૂનઃ દબાણ કરવામાં આવશે તો સરકારી નિયમોનુસાર દંડ ની કાર્યવાહી કરવામાં આવશે તેમ નોટિસ માં જણાવતા ગેરકાયદેસર દબાણ કર્તાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જોકે ચાંપાનેર ગામ ના સરપંચ અને ગામ ના આગેવાનો સાથે મળી કાર્યપાલક ઇજનેરની કચેરી મા અને રોડ વિભાગ હાલોલ ના અધિકારી ને યોગ્ય રજુઆત કરી દબાણકર્તા ઓ દ્વાર કરવામાં આવેલા દબાણો સ્વેછાએ દૂર કરવાની બાંહેધરી આપી પોતે દબાણો દૂર કરી રહ્યા હોવાનું જાણવા મળી આવ્યું છે.

Back to top button
error: Content is protected !!