GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના પીંગળી ગામે ekyc ની કામગીરી મોડી રાત્રી દરમિયાન ચાલુ.

 

તારીખ ૧૨/૧૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

વહીવટી તંત્ર ની સૂચના અનુસાર દરેક ગામડાંનાં પરિવારોનું રેશનકાર્ડ માં ઈકેવાયસી થયેલ નથી જેથી અંત્યોદય કાર્ડ, એનએફએસએ,બીપીએલ, એપીએલ ૧ ના કાર્ડ ધારકો ને દર મહિને મળતું અનાજ બંધ થઈ ન જાય તે હેતુ થી પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા નું ભગીરથ કાર્ય પાર પડેલ છે.ત્યારે કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર પીંગળી ગામે ગ્રામપંચાયત માં વીઇસી સક્રિય બની રાત્રી ના ૧૧ વાગ્યા સુધી સેવારત બની ગામનાં દરેક નાગરિક ને પૂરો જથ્થો મળી રહે અને અન્ય યોજનાઓ માટે પણ તકલીફ ઉભી ના થાય તે માટે સરકારના આ અભિગમ મુજબ સરપંચ દ્વારા રસ દાખવી ને આ ગામે બાકી રહી ગયેલા અરજદારો ને કેવાયસી પૂર્ણ કરવા ફરજ પાડી હતી.જે મોડી રાત્રી સુધી અરજદારો ની લાઈન પડેલ તસ્વીર માં જણાઈ રહી છે.

 

Back to top button
error: Content is protected !!