ગીર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા તાલુકા ના પ્રશ્નનાવડા ગામ માં ગંદગી નો જમાવડો તંત્ર ઊંઘ માં

વાત્સલ્યમ્ સમાચાર
ગીર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા તાલુકા ના પ્રશ્નનાવડા ગામ માં ગંદગી નો જમાવડો તંત્ર ઊંઘ માં
સુત્રાપાડા તાલુકા ના પ્રશ્નનાવડા ગામ માં વોર્ડ નં 9 માં આવેલ આંગણવાડી ના પટ આંગણ માં ગંદગી જમાવડો સ્થાનિક તંત્ર ઊંઘમાં હોય તેવું જોવા મળી રહ્યું છે
હાલ ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવી દીધો છે ત્યારે આંગણવાડી કેન્દ્ર ની આજુબાજુ ગંદકીનો સામ્રાજ્ય જોવા મળતા લોકોનું આરોગ્ય જોખમાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે
.અને તંત્ર દ્વારા કોઈ પણ પ્રકાર ના પગલાં લેવા માં આવતા ના હોય એવી સ્થિતિ સર્જાય છે.
ગામ માં વારંવાર મોખિક રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિકાલ ના આવતા ગટર બની ગયેલ વિસ્તાર માં ભયંકર બીમારી સર્જાય શકે એવું વાતાવરણ ઉભુ થયેલ હોવાથી ગામ ના જાગૃત નાગરિક હરેશભાઈ વાજા દ્વાર તંત્ર ની ઉઘ ઉડે અને આ વિસ્તાર માં જે ગટર થઈ છે એનો નિકાલ આવે એવા હેતુ સાથે તાલુકા વિકાસ અધિકારી ને લેખીત માં રજૂઆત કરવામા આવેલ છે .
હાલ માં ગુજરાત આખા માં ચંદીપુરા વાયરસ નો ફેલાવો હોય અને જો તંત્ર આવી બેદરકારી રાખશે તો ગામ આખું બીમારી માં સપડાય એવો ડર લોકો માં ફેલાયેલો છે એવી ચર્ચા લોક મુખે સંભળાય રહી છે.
તાત્કાલિક પણે ગંદકી દુર કરવા સ્થાનિક લોકોની માંગ ઉઠી છે




