GUJARATJUNAGADHKESHOD

ખેલ મહાકુંભ 3.0 જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષા વોલીબોલ ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનું સુંદર આયોજન સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે કરવામાં આવ્યું હતું.

ખેલ મહાકુંભ 3.0 જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષા વોલીબોલ ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનું સુંદર આયોજન સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે કરવામાં આવ્યું હતું.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના માર્ગદર્શનમાં જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી જુનાગઢ દ્વારા સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે જુનાગઢ ગ્રામ્ય જિલ્લાકક્ષા વોલીબોલ સ્પર્ધા”વોલીબોલ દિવસ”9 ફેબ્રુઆરી ના રોજ ભાઈઓ અને બહેનોના 14 અને 17 વર્ષથી નીચેના તથા ઓપન એઈજ વય જૂથની 68 જેટલી ટીમોની જિલ્લાના અલગ અલગ તાલુકા વચ્ચે ખૂબ સફળ રીતે આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં જિલ્લાની DLSS શાળાઓ,સૈનિક સ્કૂલ,આદર્શ નિવાસી શાળા,ઈન સ્કૂલો તેમજ સરકારી પ્રાથમિક માધ્યમિક,ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓનાં ખેલાડી ભાઈઓ અને બહેનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ખેલ મહાકુંભના આયોજન માટે ખુશી વ્યક્ત કરી હતી.આ બે દિવસથી વોલીબોલ સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ ખેલાડીઓને જિલ્લા નાયબ નિયામક પી.ડી.સરવૈયા, જિલ્લા રમત ગમત અધિકારી ડો.મનીષભાઈ જીલડીયા,જિલ્લા રમત વિકાસ અધિકારી ભૂષણકુમાર યાદવ,આચાર્ય ર્બી.એસ.ભાવસાર,એમ.ડી દાહીમાં,એ.કે.રાઠોડ,રમત કન્વીનર રામસિંહભાઈ પરમાર,રોહનસિંહ વાળા,રાજુભાઈ બાલધિયા,શૈલેષભાઈ પરમાર વગેરે શુભેચ્છા પાઠવી હતી.જિલ્લા વ્યાયામ સંઘના પ્રમુખ ડો.હમીરસિંહ વાળા અને રમત કન્વીનર રામસિંહભાઈ પરમારે “વોલીબોલ દિવસ” નિમિત્તે તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી અને ખેલદિલી પૂર્વક ભાગ લઈ ઝોન કક્ષા અને રાજ્ય કક્ષાએ જુનાગઢ જિલ્લાનું શ્રેષ્ઠ પ્રદર્શન થાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.પસંદગી પામેલ ખેલાડીઓ આગામી સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની સ્પર્ધામાં ગીર સોમનાથ મુકામે ભાગ લેવા જશે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!