GUJARATIDARSABARKANTHA

સાબરકાંઠાજિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્રારા વરસાદના કારણે અસરગ્રસ્ત રસ્તાઓની મરામત હાથ ધરાઇ

જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્રારા વરસાદના કારણે અસરગ્રસ્ત રસ્તાઓની મરામત હાથ ધરાઇ

**

જિલ્લાના ૨૨ સ્ટેટ હાઇવે પૈકિ ક્ષતિગ્રસ્ત ત્રણ હાઇવે, જિલ્લા પંચાયત હસ્તકના ૪૭ પૈકિ ૪૨ રસ્તાનું સમારકામ , ૫ રસ્તાનું સમારકામ પ્રગતિમાં છે.

***

સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને પગલે સાબરકાંઠા જિલ્લામાં કેટલાક વિસ્તારમાં રોડ રસ્તાઓ અસરગ્રસ્ત થયા છે. સાબરકાંઠા જિલ્લાના ૨૨ સ્ટેટ હાઇવે આવેલા છે અને ૧૩૩૬ ગ્રામ્ય વિસ્તારના રોડ આવેલા છે. જે પૈકિ ત્રણ હાઇવે અને ૪૨ ગામ્ય રસ્તા પર ક્ષતિગ્રસ્ત રસ્તાઓના રિપેરિંગની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.

સાબરકાંઠા જિલ્લાના નાયબ કાર્યપાલક ઇઝનેર શ્રી ભાવસારે જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લામાં થી ૨૨ જેટલા સ્ટેટ હાઇવે પસાર થાય છે. જે પૈકી ત્રણ માર્ગ ભારે વરસાદના લીધે ક્ષતિગ્રસ્ત થયા હતા. જેમાં તલોદ ઉજેડીયા રોડ, સલાલ- સોનાસન-નિકોડા- બાવસર અને પ્રાંતિજ- અમિનપુર- ઘડી રોડ પર પડેલા ખાડા પૂરવાનું કામ ચાલી રહ્યું છે.

આ સાથે જ નાયબ કાર્યપાલક ઇઝનેર પંચાયત શ્રી જનક પટેલે જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત હસ્તકના ૧૩૩૬ રસ્તા ગ્રામ્ય વિસ્તારને શહેર અને હાઇવે થી જોડે છે. આ રસ્તાઓ પૈકિ ૪૭ રસ્તા ભારે વરસાદને કારણે ધોવાણ પામ્યા જેમાના ૪૨ રસ્તાનું સમારકામ થયું છે જ્યારે બાકીના પાંચ ક્ષતિગ્રસ્ત આંતરિક રસ્તાઓના રિપેરિંગની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!