સાબરકાંઠામાં ‘સ્વીપ’ (SVEEP) અંતર્ગત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાયા

સાબરકાંઠામાં ‘સ્વીપ’ (SVEEP) અંતર્ગત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાયા
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ ને અનુલક્ષીને સાબરકાંઠા જિલ્લામાં ‘સ્વીપ’ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ઉત્સાહભેર જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
મતદાન પ્રક્રિયા અને લોકશાહીના પાયાના મહત્વ વિશે વિદ્યાર્થીઓમાં ગહન સમજ કેળવાય તે હેતુથી જિલ્લાની શાળાઓ અને કોલેજોમાં વિવિધ બૌદ્ધિક સ્પર્ધાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને ચૂંટણી પ્રક્રિયા, બંધારણીય હકો અને ફરજો પર આધારિત ‘ચૂંટણી ક્વિઝ’ યોજીને વિદ્યાર્થીઓના જ્ઞાનની કસોટી કરવામાં આવી હતી.
લોકશાહીના પર્વમાં યુવાનો અને નાગરિકો પોતાની ભાગીદારી નોંધાવે તે હેતુથી જિલ્લાની વિવિધ કોલેજો દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જયંતિ પરમાર સાબરકાંઠા








