
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
શંખેશ્વરમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વસંતભાઈ નાઈએ કચ્છ કોડાયના જૈન સંતના આશીર્વાદ લીધેલ
મુંદરા, તા. 5:
શંખેશ્વર મહાતીર્થ ખાતે શ્રી જહાજ મંદિર એન્કારવાલા ધામે પૂજય મુનિરાજશ્રી પૂણ્યરત્ન મહારાજ સાહેબ કચ્છ કોડાયના જૈન સંત પૂજય મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબના દર્શનાર્થે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વસંતભાઈ નાઈ દર્શન-વંદન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરેલ. આ પ્રસંગે કચ્છ કોડાયના જૈન સંત પૂજય મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબએ વાસક્ષેપ-રક્ષાપોટલી બાંધી આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ જહાજ મંદિર દેરાસર મધ્યે શ્રી અષાઢીય પાર્શ્વનાથ પ્રભુ અને દાદા ગુરુદેવ તથા દેવી-દેવતાઓના દર્શન -વંદન કરેલ. સાથે સાથે પૂજય સાઘ્વીજી ભગવંતોના દર્શન વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કરેલ. આ પ્રસંગે શ્રી પાર્શ્વચંદ્રસૂરી દાદાવાડી ટ્રસ્ટ તથા પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તિલક સાલ અને માળા દ્વારા જીગરભાઈ શાહ, સંજયભાઈ શાહ અને ગૌતમભાઈ શાહએ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વસંતભાઈ નાઈ સાહેબનું બહુમાન કરેલ. આ પ્રસંગે ગુરુભક્તો ઉપસ્થિત રહેલ.


વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




