GUJARATLIMBADIMULISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસની લાલ આંખ, સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત 7 ગુના નોંધાયા

તા.08/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગરની સૂચના અનુસાર સમગ્ર ગુજરાતમાં ‘Illegal Money Laundering Activity’ અને ગેરકાયદે નાણાં ધીરધાર વિરુદ્ધ ખાસ ઝુંબેશ ચાલી રહી છે આ ડ્રાઈવ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ દ્વારા આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તા. ૧૫/૦૩/૨૦૨૬ થી ૧૪/૦૪/૨૦૨૬ સુધી ચાલનારી આ સ્પેશ્યલ ડ્રાઈવ દરમિયાન જિલ્લામાં ડિવિઝન વાઈઝ કુલ ૪ જનસંપર્ક સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભાઓ દ્વારા જાહેર જનતાને વ્યાજખોરોની ચુંગાલમાંથી બચવા અને કાયદેસરની કાર્યવાહી કરવા જાગૃત કરવામાં આવ્યા હતા આ જનજાગૃતિના પરિણામે જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં વ્યાજખોરો વિરૂધ્ધ કુલ ૭ ગુનાઓ રજીસ્ટર કરવામાં આવ્યા છે ત્યારે જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના અને આરોપીઓની વિગતમાં મૂળી પોલીસ સ્ટેશન દેવાયતભાઇ સામળાભાઇ રબારી, કાળુભાઇ ભરવાડ અને દિલાભાઈ ભરવાડ વિરૂધ્ધ ગુનો નોંધાયો છે લીંબડી પોલીસ સ્ટેશન ભગીરથસિંહ રાણા રહે, લીંબડી કથારિયા અને રાજદીપસિંહ ઉર્ફે ભાણુભા મહેન્દ્રસિંહ રહે, નદીગ્રામ સોસાયટી સામે કાર્યવાહી હાથ ધરાઈ છે જ્યારે ચુડા પોલીસ સ્ટેશન મનુભાઇ જીવાભાઈ ખાચર રહે, કોરડા વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ છે જોરાવરનગર પોલીસ સ્ટેશન હરપાલસિંહ દીલુભા પઢીયાર રહે, વઢવાણ સામે ગુનો દાખલ થયો છે ધજાળા પોલીસ સ્ટેશન મોઢભાઇ બહાદુરભાઇ ખાચર, પ્રતાપભાઇ કાઠી દરબાર, ઉદયભાઇ લખુભાઇ ખવડ, બાબભાઇ જીલુભાઇ ભાંભળા, વનરાજભાઇ બાબભાઇ ભાંભળા અને હરસુખભાઈ ગોવિંદભાઇ ત.કોળી સહિતના શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાઈ છે સુરેન્દ્રનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન રામભાઇ વસ્તુભાઈ કરપડા, પ્રફુલસિંહ અર્જુનસિંહ રાણા, અરવિંદભાઇ વરસંગભાઇ જાદવ, મયુરભાઈ ગોવિદભાઈ રબારી, બાલાસીંગ આર. રાઠોડ અને પ્રતાપભાઇ કાળુભાઇ માલા સામે ગુનો નોંધાયો છે પોલીસ તપાસ દરમિયાન બે અરજદારોની અરજીઓમાં સામાવાળા પક્ષ સાથે સમાધાન થતા તેનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો જિલ્લા પોલીસ તંત્ર દ્વારા હજુ પણ જાહેર જનતાને નમ્ર અપીલ કરવામાં આવે છે કે જો કોઈ પણ વ્યક્તિ આ આરોપીઓ અથવા અન્ય કોઈ પણ વ્યાજખોરના ત્રાસથી પીડાતી હોય તો તેમણે નીડર થઈ નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ આપવી તેમ જીલ્લા પોલીસ તંત્રની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!