સુરેન્દ્રનગર જિલ્લામાં RTO દ્વારા એક વર્ષમાં 5420 વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી

તા.21/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં માર્ગ સુરક્ષા તથા ટ્રાફિક નિયમોના પાલનને સુનિશ્ચિત કરવા આરટીઓ કચેરી દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ કામગીરી દરમિયાન નિયમોનો ભંગ કરનાર, ખાસ કરીને ઓવરલોડ, પરમિટ વિના વાહન ચલાવવું, દસ્તાવેજોની અછત, અન્ય નિયમોના ઉલ્લંધન બદલ કુલ 5420 વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે આ કાર્યવાહી હેઠળ આરટીઓ વિભાગે રૂ. 4.53 કરોડથી વધુનો દંડ વસૂલ કર્યો હતો જિલ્લામાં જાન્યુઆરીથી ડિસેમ્બર- 2025 એટલે કે એક વર્ષમાં કુલ 5420 વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે આ કાર્યવાહી હેઠળ આરટીઓ વિભાગે રૂ. 4,53,39,702 કરોડથી વધુનો દંડ વસૂલ કર્યો હતો જેમાં ઓવરલોડના 1194 કેસો કરીને રૂ. 2,93,88,292, ઓવર ડાયમીગસર ક્નટ્રોલના 379 વાહન ચાલકો પાસેથી રૂ.27,69,000, ટેક્સ બાબતે 216 વાહન ચાલકોને રૂ.68,09,240 તેમજ નિયમોનાં ભંગ કરતા અન્ય 2831 વાહન ચાલકોને રૂ. 64,32,170નો દંડ કરાયો હતો બીજી તરફ આસ્ટીઓ દ્વારા કરવામાં આવતી સતત અને કડક ચેકિંગ કામગીરીના કારણે નિયમો ભંગ કરનાર વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે અગાઉ બેફિકર રીતે ઓવરલોડ કે નિયમો વિના વાહન ચલાવનારા ચાલકો હવે સાવચેત બન્યા છે આરટીઓ અધિકારીઓ દ્વારા વાહન ચાલકોને નિયમોની જાણકારી અપાય છે અને દસ્તાવેજો પૂર્ણ રાખવા ઓવરલોડ ન કરવા તથા સલામતિના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે આરટીઓની આ કામગીરીથી જિલ્લામાં ટ્રાફિક શિસ્તમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં પણ આ પ્રકારની સઘન કાર્યવાહી યથાવત રાખવામાં આવશે તેમ પી.કે.પટેલ આરટીઓ અધિકારીએ જણાવેલ છે.




