થાનગઢમાં દોઢ મહિના અગાઉ બેફામ કાર હંકારી રાહદારીઓના જીવને જોખમમાં મુકનારા બે શખ્સોને ઝડપી લીધા
પોલીસને થાપ આપી ફરાર થયેલા બે આરોપીઓ ઝડપાયા, આઝાદ ચોકમાં નીકળ્યું સરઘસ

તા.26/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
પોલીસને થાપ આપી ફરાર થયેલા બે આરોપીઓ ઝડપાયા, આઝાદ ચોકમાં નીકળ્યું સરઘસ, સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કરી નાસી છૂટેલા બે શખ્સોને આખરે પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા છે પકડાયેલા આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું ગત તારીખ 03-11-2025 ના રોજ થાનગઢ પીઆઈ. ટી.બી.હિરાણી અને લીંબડી ડિવિઝનના ડીવાયએસપી વિશાલ રબારી સહિતનો પોલીસ કાફલો વાસુકી દાદાના મંદિર પાસે આઝાદ ચોક વિસ્તારમાં વાહન ચેકીંગની કામગીરી કરી રહ્યો હતો તે દરમિયાન એક સફેદ કલરની બ્લેક ફિલ્મ લગાડેલી સ્વિફ્ટ કાર ત્યાંથી પસાર થઈ હતી પોલીસે કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કાર ચાલકે પકડાઈ જવાની બીકે માનવ મેદની વચ્ચેથી બેફામ રીતે કાર હંકારી મૂકી હતી અને પોલીસને થાપ આપી ફરાર થઈ ગયો હતો જોકે તે જ દિવસે પોલીસે કારને શોધી કાઢી હતી જેમાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો આ મોબાઈલના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા તારીખ 25-12-2025 ના દિવસે પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલા શખ્સો થાનગઢના ખારાના ફાટક પાસે છે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવીને બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી જેમાં આરોપી વિજયભાઈ ભરતભાઈ ખાચર રહે, મોટા માત્રા, વિંછીયા, રાજકોટ તથા
કિશોરભાઈ પ્રતાપભાઈ ખાચર રહે, તુરખા બોટાદ વાળાને ડીવાયએસપી વિશાલ રબારીના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી વિજયભાઈ ભરતભાઈ ખાચર અગાઉ પણ પ્રોહીબીશન અને મારામારી જેવા અનેક ગુનાહિત કૃત્યોમાં સંડોવાયેલ છે અને તેનો ગુનાહિત ઈતિહાસ છે પોલીસે બંને આરોપીઓને પકડીને આઝાદ ચોક વિસ્તારમાં લાવ્યા હતા અને ત્યાં તેમનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું જેથી ગુનેગારોમાં પોલીસનો ફાટ અને પ્રજામાં સુરક્ષાની ભાવના જળવાઈ રહે હાલ આ કેસની વધુ તપાસ થાનગઢ પી.આઈ. ટી. બી. હીરાણી ચલાવી રહ્યા છે થાન પંથકમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે જેના કારણે નવેમ્બર માસમાં એક શખ્સ બેફામ કાર ચલાવી અનેક લોકોને નાની મોટી ઇજાઓ પહોંચાડી નાસી છૂટ્યો હતો જે બનાવના બે આરોપીઓની થાનના ખારા ફાટક વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે.



