GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલના એરાલ ગામે ગણપતિ વિસર્જન ની અદાવતે ચાર ઈસમો સામે વેજલપુર પોલીસ મથકે ક્રોસ ફરિયાદ નોંધાઈ

તારીખ ૧૯/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના એરાલ ગામે સરપંચ સહિત કુલ ૯ સામે મારામારી બાબતે ફરિયાદ નોંધાયાના ત્રીજા દિવસે સામી ફરિયાદ નોંધાઈ છે જેમા ફરિયાદી હરપાલસિંહ દ્વારા નોંધાયેલ ફરિયાદ મુજબ ગણપતિ વિસર્જન મા તેઓને નાચવા બાબતે બોલાચાલી થઈ હતી તેની અદાવત રાખીને ૧૩/૧૦ ના રોજ ભાથીજી મંદિર પાસે રાત્રે આઠ વાગ્યે રણવીરસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ પરમાર, દેવેન્દ્રસિંહ પરમાર, રાજેન્દ્રસિંહ પરમાર દ્વારા બોલાચાલી કરી ઝગડો તકરાર કરી ગંદી ગાળો બોલી ગડદા પાટુ નો માર મારી વિરેન્દ્રસિંહે લોખંડના કોઇ હથીયાર વડે ફરિયાદી ને છાતીના ભાગે અને બરડા ના ભાગે મારી ઈજાઓ પહોંચાડી જે બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.





