GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર શહેરમાં ખાડા રાજથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે

તા.01/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરના મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારમાં સી.યુ.શાહ હોસ્પિટલથી ટાવરચોક સુધી અને દૂધરેજ કેનાલ બાયપાસ ઉપરના જર્જરીત અને ખાડાનું સામ્રાજ્ય ધરાવતા રોડના કારણે વાહનચાલકોને હાલ વરસાદી માહોલમાં રોજબરોજ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે ધ્રાંગધ્રા શહેરથી 30 કિ.મી.ના અંતરે આવેલા દૂધરેજ આવતા 30 મિનિટનો સમય લાગે એના કરતા શહેરમાં પાંચ કિમી અંતરમાં વધારે સમય લાગતો હોવાથી વાહનચાલકોને પડતી મુશ્કેલી દૂર થાય એવી લોકોની માંગ ઉઠી છે વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર શહેરમાં પડેલા ખાડાના કારણે શહેરીજનો મુસ્કેલી ભોગવી જ રહયા હતા ત્યાં વળી દૂધરેજ કેનાલ ડાયવર્ઝન ઉપરના ઉબડ ખાબડ રસ્તાના કારણે હાલ વાહનચાલકોને ભારે મુસ્કેલી ભોગવવી પડી રહી છે ધ્રાંગધ્રાથી દૂધરેજ 30 કિ.મી.આવવા માટે માત્ર 30 મીનીટ જેટલો સમય લાગે છે પરંતુ દૂધરેજ થી માત્ર 5 કિ.મી. ટાવરચોક પહોચતા 45 મીનીટ જેટલો સમય લાગી રહયો છે ટાવરથી દૂધરેજ સુધીના નેશનલ હાઇવે ઉપરના શહેરી વિસ્તારના રોડમાં અનેક જગ્યાએ મસમોટા ખાડા પડેલા છે જેમાં બે પૈડા વાળા અને રીક્ષા ચાલકોને કયા ચાલવુ એ સમજાતુ નથી વળી વરસાદ હોય ત્યારે તો ભારે મુસ્કેલી પડે છે હજી આ મેઇન રોડ ઉપરની સમસ્યા ઉકેલાઇ નથી ત્યાં વળી દૂધરેજ કેનાલ ઉપરનો હાઇવેનો મુખ્ય પુલ રીપેર માટે બંધ કરી દેતા ત્યાં કેનાલ ઉપર બનાવેલુ ડાયવર્ઝન લોકો માટે ભારે મુસીબત બની ગયુ છે ડાયવર્ઝન સાંકડુ તો છે પરંતુ ડાયવર્ઝન ઉપર અનેક જગ્યાએ મોટા ખાડા પડી ગયા છે જેમાં પાણી પણ ભરાયા છે જેના કારણે ત્યાં પણ નાના વાહનચાલકોને મુસ્કેલી પડે છે સાથે વાહનોની અવરજવરમાં પણ વધારે સમય લાગી રહયો છે આમ નર્મદા કેનાલ ઉપર આપેલા ડાયવર્ઝન ઉપર નેશનલ હાઇવેનું ડાયવર્ઝન અપાયુ છે ત્યાં રીપેર કરવાની અને દૂધરેજ મેઇન રોડ ઉપર પડેલા મોટા ખાડા તાત્કાલીક રીપેર કરવામાં આવે એવી લોકોની માંગ ઉઠી છે.

Back to top button
error: Content is protected !!