AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં ભરઉનાળે અંબિકા નદીમાં નવા નીર આવતા ગ્રામજનોએ નવા નીરનાં વધામણા કર્યા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં એક અનોખો નજારો જોવા મળ્યો છે.સામાન્ય રીતે ઉનાળાની ગરમીમાં પાણી માટે વલખા મારતા ડાંગીજનો માટે આ વર્ષે કમોસમી વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. અચાનક આવેલા કમોસમી વરસાદને કારણે અંબિકા નદીમાં નવા નીર આવતા સ્થાનિક લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી.પાણીની સમસ્યાથી ત્રસ્ત લોકો માટે આ વરસાદ રાહત લઈને આવ્યો છે.આ ખુશીના અવસરે ડાંગ વૈદેહી સાંસ્કૃતિક ધામનાં સાધ્વી યશોદા દીદી અને સ્થાનિક ગ્રામજનોએ સાથે મળીને માતા અંબિકા નદીની પૂજા કરી હતી.તેમણે નદીને સાડી અર્પણ કરીને જળ દેવતાનો આભાર માન્યો હતો.આ ઉપરાંત, ડાંગ જિલ્લાનો જાણીતો ગીરાધોધ પણ કમોસમી વરસાદને કારણે ફરીથી સક્રિય બન્યો છે.ધોધમાં નવા નીર આવતા પ્રવાસીઓની અવરજવર વધવાની આશા જાગી છે.પ્રવાસન પર પોતાની રોજીરોટી ચલાવતા આસપાસના ગામલોકોએ પણ કુદરતનો આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે સાધ્વી યશોદા દીદી એ જણાવ્યુ હતુ કે,”અંદાજે 10 દિવસથી વરસાદનો માહોલ હોય .જેના કારણે માતા અંબિકા નદી ખરખર વહેતી થઈ છે.જેથી ડાંગની પરંપરા મુજબ આંબાપાડા અને ગીરાધોધની પૂજા કરવામાં આવી અને લોકોની ઈચ્છા હોય જેથી સાડી પણ અર્પણ કરવામાં આવી અને આદિવાસી પરંપરા મુજબ નદી માટેની પૂજા કરવામાં આવી.” તેમજ આ અંગે સ્થાનિક આગેવાન અને ગીરાધોધ પરિસરનાં પ્રમુખ રાજુભાઈ ગાયકવાડે જણાવ્યુ હતુ કે વઘઇ નજીક અંબિકા નદી પર આવેલ ગીરાધોધ જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.આ ગીરાધોધ પર ચોમાસામાં પાણી આવે ત્યારે ગ્રામજનો દ્વારા પરંપરાગત પૂજા કરવામાં આવે છે.જેમાં લોકવાયકા મુજબ ગીરાધોધની બે સાઈડ આવેલી છે.એક સાઈડેથી “નર”એટલે પુરુષનાં રૂપે પાણીનો ધોધ પડે છે.અને બીજી બાજુની સાઈડે “માદા”નું સ્વરૂપ એટલે સ્ત્રીનાં સ્વરૂપે પાણીનો ધોધ પડે છે.અહી ભરઉનાળામાં માદાની સાઈડે પાણી આવતા પૂજા અર્ચના કરી સાડી અર્પણ કરાઈ હતી.અને અહી વર્ષોથી પ્રવાસીઓ હજારોની સંખ્યામાં આવે છે.ત્યારે ફરીથી ગીરા ધોધ વહેતો થયો છે.તે અંગેની માહિતી આપી હતી અને  પ્રવાસીઓ અહીં મોટી સંખ્યામાં આવે તે માટે આહવાન કરવામાં આવ્યું હતુ..

Back to top button
error: Content is protected !!