DAHODGUJARAT

ધાનપુર ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

તા. ૧૩. ૦૮. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dhanpur:ધાનપુર ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની રાષ્ટ્રપ્રેમને સમર્પિત હર ઘર તિરંગા અભિયાન કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લામાં પણ ધાનપુર તાલુકામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ હતી. રાષ્ટ્રભક્તિનો પ્રેમભાવ જાગૃત કરતી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

“ વંદે માતરમ “અને “ભારત માતાકી જય” ના જય ઘોષ સાથે નીકળેલી આ તિરંગા યાત્રાનો મહાનુભાવોએ રાજ કિસાન પેટ્રોલ પંપ થી લીલીઝંડી આપીને પ્રારંભ કર્યો હતો. આ યાત્રા બસ સ્ટેન્ડ ખાતે સમાપન થઈ હતી દેશપ્રેમ ના ગાન થી ધાનપુરની સડકો ગુંજી ઉઠી હતી. આ તિરંગા યાત્રામાં ધાનપુર તાલુકાના તમામ પદાધિકારીઓ તમામ વિભાગના અધિકારીઓ ,કર્મચારીઓ ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને દેશપ્રેમીઓ ઉત્સાહભેર સહભાગી બન્યા હતા

Back to top button
error: Content is protected !!